મુંબઈઃ સમગ્ર દેશમાં લોહરી અને મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ તહેવારમાં સૌથી વધારે ખાસ હોય તો પતંગ ઉડાડવાનું. બી ટાઉન એક્ટર્સ પણ આ તહેવારની ઉજવણી કરે છે. અક્ષય કુમારે પણ દીકરી નિતારા સાથે સોશિયલ મીડિયા પર પતંગ ઉડાડતો વીડિયો શેર કર્યો છે.

અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અક્ષય નિતારા સાથે પતંગ ઉડાડતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અક્ષય કુમાર પતંગ ઉડાવી રહ્યો છે તો તેની દીકરી નિતારાએ ફીરકી પકડી છે. આ વીડિયો સાથે અક્ષય કુમારે લખ્યું છે- મળો ડેડીની નાની હેલ્પરને.... અહીં જુઓ વીડિયો