એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની શ્રેણી પૈકીની બીજી મેચમાં ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો. આ સાથે જ ત્રણ મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.  ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 299 રનનો ટાર્ગેટ ભારતે 49.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. કોહલીએ સર્વાધિક 104 રન બનાવ્યા હતા. ધોની 54 રને અણનમ રહ્યો હતો. દિનેશ કાર્તિક 14 બોલમાં 25 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.


વાંચોઃ #INDvAUS: એડિલેડમાં ટીમ ઈન્ડિયાની જીતના આ રહ્યા હીરો, જાણો વિગત

રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી હતી. શિખર ધવન 28 બોલમાં 32 રન બનાવી આઉટ થયો હતો. અંબાતી રાયડૂએ 24 રનનું યોગદાન આપ્યું હતું.  ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટોઇનિસ, રિચર્ડસન, બેહરેનડ્રોફ, મેક્સવેલને 1-1 વિકેટ મળી હતી

વાંચોઃ #INDvAUS:  ડેબ્યૂ મેચમાં જ મોહમ્મદ સિરાઝે બનાવ્યો શરમજનક રેકોર્ડ, જાણો વિગત

પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ  50 ઓવરના અંતે 9 વિકેટના ગુમાવીને 298 રન બનાવ્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી શોન માર્શ સૌથી વધારે 131 રન બનાવ્યા હતા, જ્યારે મેક્સવેલે 48 રન બનાવ્યા હતા. ખ્વાજા 21 રન બનાવી રન આઉટ થયો હતો.  એરોન ફિંચ 6 રન બનાવી આઉટ થયો હતો. એલેક્સ કેરી 18 રન પર આઉટ થયો હતો.  ભારત તરફથી ભુવનેશ્વર કુમારને 4 અને મોહમ્મદ શમીને 3 વિકેટ મેળી હતી જ્યારે જાડેજાએ 1 વિકેટ અને એક રન આઉટ કર્યો હતો. ડેબ્યૂ મેન મોહમ્મદ સિરાઝે 10 ઓવરમાં 76 રન આપ્યા હતા અને એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો.