મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ખૂબ જ જાણીતી સીરિયલ છે. છેલ્લા 12 વર્ષથી ટેલિવિઝન પર આવતી આ સીરિયલ ઘર-ઘરમાં જોવા મળે છે અને લોકો વખાણે પણ છે. ત્યારે આ સીરિયલ સાથે 12 વર્ષથી સંકળાયેલા મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધન થયું હતું. જેને લઈને સીરિયલના કલાકારો સ્તંબ્ધ થઈ ગયા હતાં. જેને લઈને રવિવારે સીરિયલનું શૂટિંગ બંધ રાખવામાં આવ્યું હતું.
(આનંદ પરમારની તસવીરો)
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના સેટ પર કલાકારોને ટીમના મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધનના સમાચાર મળતાં જ આખી ટીમ હેરાન થઈ ગઈ હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, આનંદ પરમાર છેલ્લા 10 દિવસથી બિમાર હતાં. શનિવારે 8 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું હતું. ટીમ મેમ્બરો તેમને પ્રેમથી દાદા કહી બોલાવતાં હતાં.
(સીરિયલનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે સમયથની તસવીર)
આનંદ પરમાર છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની ટીમ સાથે જોડાયેલા હતા. તેઓ સીરિયલના દરેક એક્ટરનો મેકઅપ કરતાં હતાં. શોની ટીમ તેમની સાથે ખુબ લાગણીથી જોડાયેલી હતી. જેથી તેમના નિધનના સમાચાર મળતાં જ સૌ લોકો ચોંકી ગયા હતાં. ત્યાર બાદ રવિવારે સીરિયલનું શુટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું.
(પોપટલાલ અને બાધાની તસવીરો)
આનંદ પરમાર સાથે સીરિયલના તમામ કલાકારો જોડાયેલા હતાં કારણ કે તમામ કલાકારોને આનંદ પરમાર જ મેકઅપ કરી આપતાં હતા. મુનમુન દત્તા અને કોમલભાભીએ આનંદ પરમારના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો હતો. (ઉપરની બે તસવીરો પ્રતિકાત્મક રૂપમાં લેવામાં આવે છે.)