એક સમયે મકસુદાને આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા. મકસુદાએ જણાવ્યું કે એક જાણીતા બિઝનેસમેને તેમનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મકસુદા અખ્તરે જાતીય શોષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની અપીલ કીર છે. મકસુદા સિંગલ પેરેન્ટ છે. તેના બે બાળકો છે. તે 18 વર્ષથી આયરલેન્ડમાં રહેતી હતી. મકસુદાએ જણાવ્યું કે વર્ષ 2015માં એક ટીવી એડની ડીલ વખતે તેનું જાતીય શોષણ થયું હતું.
મકસુદાએ જણાવ્યું કે, ‘એક સેક્રેટરીએ ટીવી એડ વિશે વાત કરવા માટે ઓફિસમાં બોલાવી હતી. બાદમાં તે ત્યાથી જતો રહ્યો. ત્યારે જ અચાનક એક બિઝનેસમેન આવ્યો અને તેણે મારા કપડાંની અંદર હાથ નાખ્યો. પછી તેણે મને ટેબલની તરફ ધકેલી. તેણે મારો રેપ કરવાનો પ્રયત્ન કર્યો’
તેણે વધુમાં જણાવ્યું કે, ‘અચાનકથી બધુ થવાના કારણે હું સ્તબ્ધ રહી ગઈ અને ચિસો ન પાડી શકી. તે ઓફિસ એવી હતી કે કોઈ સાંભળવા વાળુ કોઈ ન હતું. તે બિઝનેસમેન, માફિયા જેવો હતો જે ખતકનાક હતો. તેની પાસે પૈસાની તાકાત હતી. હું એ વાતથી પરેશાન હતી કે આ ઓફિસમાંથી કઈ રીતે નીકળું.’
આ ઘટના બાદ મકસુદા બાળકો સાથે પાછી આયરલેન્ડ ચાલી ગઈ હતી. બાદમાં તે બિઝનેસમેનનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે મને ખબર છે કે તું કેમ નથી આવી. જો તે પોતાનું મોઠું ખોલ્યું તો મને 2 મિનિટ નહીં લાગે તને મારવામાં અહીંથી આયરલેન્ડ વધુ દુર નથી.
તેણે જણાવ્યું કે આ વાતના કારણે હું ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. હું આત્મહત્યા કરવા વિશે વિચારવા લાગી હતી. હું બે વર્ષથી દવા લઈ રહી છું. જો મારાપર બાળકોની જવાબદારી ન હોત તો હું ક્યારની પોતાનો જીવ આપી ચુકી હોત.