નવી દિલ્હીઃ ફિલ્મ મલાલથી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કરનાર ન્યૂકરમ એક્ટ્રેસ શર્મિન સહગલે કહ્યું કે, તે ઓનસ્ક્રીન ન્યૂડ સીન્સ નહીં કરે. શર્મિનેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે નાના પડદે કામ કર્યા બાદ પોતાના માટે કોઈ નિયમ બનાવ્યા છે? તો તેના જવાબમાં તેણે કહ્યું, એક અભિનેત્રી તરીકે મારે હજુ ઘણું શીખવાનું છે જેના માટે હું ખુદને ક્યારેય નહીં રોકી શકું.

શર્મિને કહ્યું કે મને ન્યૂડ સીન કરવા માટે બોડી કોન્ડિફિડેન્સ ડેવલપ કરવાની છે. મને લાગે છે કે તમે છોકરો હોવ કે છોકરી, પરંતુ જો તમે કોન્ફિડેન્ટ નથી તો તમે જે પરફોર્મ કરશો તે સ્ક્રીન પર ખરાબ લાગસે.



શર્મિનનું કહેવું છે કે જેન્ડરના આધાર પર માપદંડ નિર્ધારિત કરવું પણ ખોટું છે. તેણે કહ્યું કે મને ખરાબ લાગે છે જ્યારે કોઇ કહે છે કે તારે આવું ન કરવું જોઇએ કારણકે તુ એક છોકરી છે. આપણી પાસે હંમેશા આશા રાખવામાં આવે છે કે આપણે નમ્ર હોઇએ. લોકોની વચ્ચે ઓડકાર ન આવે, કારણકે દરેક વસ્તુ કુદરતી છે.



અપશબ્દો બોલવા દરેક માટે ખોટું હોવું જોએ. તે પછી છોકરા હોય કે છોકરીઓ. આખરે આવું કેવી રીતે કહી શકાય કે છોકરાઓ અપશબ્દ બોલે તે યોગ્ય છે પરંતુ છોકરીઓ બોલે તો ખોટું? મારું કહેવું છે કે જો કઇ ખોટું છે તો ખોટું છે. માત્ર જેન્ડરના આધાર પર તે સાચા છે કે ખોટા ન માનવા જોઇએ.