ટૂંક સમયમાં પોતાના સંબંધો જગજાહેર કરશે આ હોટ એક્ટ્રેસ!
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના અફેર હાલમાં ચર્ચામાં છે. જોકે બન્ને આ વાતને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ અહેવાલ છે કે, બન્ને પોતાની રિલેશનશિપ વિશે ટૂંકમાં જ સત્તાવાર જાહેર કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. વિતેલા થોડા મહિના દરમિયાન બન્ને વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મલાઇકા અને અર્જુન હવે તેમનાં સંબંધોને ટૂંક સમયમાં જ જગજાહેર કરવાનું વિચારી રહ્યાં છે.
હાલમાં જ 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં બન્ને જોવા મળ્યા હતાં. તેઓ મંચ પર આવ્યા ત્યારે અર્જુન મલાઇકાનો હાથ પકડીને લઇને આવ્યો હતો. તેમણે સાથે મંચ પર ડાન્સ પણ કર્યો હતો. આ પહેલાં બંને લેક્મે ફેશન વિકમાં પણ એક સાથે નજર આવ્યા હતાં.
અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ અર્જુન અને મલાઇકા વચ્ચે નિકટતા વધી છે અને તેમનાં સંબંધો મજબૂત થયા છે. પહેલાં આ બંને સાર્વજનિક સ્થળે એક સાથે આવતા ન હતાં પરંતુ છુટાછેડા બાદ મલાઇકા ઘણા પ્રસંગે અર્જુન કપૂરની સાથે ખુબજ ક્લોઝ નજર આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -