✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કચ્છના છસરા ગામમાં કુંભાર-આહિરો વચ્ચે ભાલાથી ખેલાયો લોહિયાળ જંગ, 6નાં મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2018 09:51 AM (IST)
1

2

3

4

IG ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગામમાં જ પોલીસના કાફલા સાથે કેમ્પ બનાવી દીધો છે. આ ઉપરાંત ભૂજ SP પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે.

5

સામા પક્ષે આહિર યુવકોએ પણ તેમના મિત્રોને બોલાવી ઝઘડાને ગંભીર રૂપ આપ્યું હતું. આ સશસ્ત્ર ધિંગાણાંમાં બે સગા આહિર ભાઈઓ તથા બે પિતરાઈ ભાઈઓ તેમજ સામા પક્ષે સરપંચ પુત્ર અને તેના દાદાને ગંભીર ઈજાઓ થતાં મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમણે દમ તોડ્યો હતો.

6

મુન્દ્રા તાલુકાના છસરા ગામે અગાઉના ઝઘડાને લઈને બે જુથ વચ્ચે ઘાતક હથિયારો સાથે ખૂની ખેલ ખેલાયો હતો. મંગળવારે મોડી રાત્રે આહિર સમાજના 4 યુવકો પોતાના ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે પૂર્વ પ્લાનીંગ સાથે જુની અદાવતનું વેર વાળવા સરપંચના પુત્ર અને તેના દાદા તથા અન્ય ઈસમોએ હથિયારો લઈને આવી પહોંચ્યા હતા ત્યાર બાદ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો.

7

છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ આહિર જ્ઞાતિના ચાર પિતરાઈ ભાઈઓ સહિત કુલ 7ને આ ધિંગાણાંમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી 6નાં સારવાર મળે તે પુર્વે મોત નિપજ્યાં હતાં. જ્યારે એક મુસ્લિમ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભુજ ખસેડાયો છે. આ બનાવના પગલે નાના એવા ગામમાં ભારે હડકંપ મચી ગયો હતો.

8

મુન્દ્રા: કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે જુની અદાવતનું મન દુ:ખ રાખીને કુંભાર અને આહિર યુવકો વચ્ચે ભાલા સહિતના જીવલેણ હથિયારો વડે લોહિયાળ ધિંગાણું થયું હતું. જેના કારણે ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી.

  • હોમ
  • ગુજરાત
  • કચ્છના છસરા ગામમાં કુંભાર-આહિરો વચ્ચે ભાલાથી ખેલાયો લોહિયાળ જંગ, 6નાં મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.