સુરત: સ્વામિનારાયણ મંદિરનો સાધુ યુવતીને બપોરે પોતાની રૂમમાં લઈ ગયો પછી યુવતી સાથે.............

યુવતીના પિતાને હાર્ટની તકલીફ હોવાથી કામ-ધંધો કરી શકતા ન હતા. માતા સાડી પર સ્ટોન ચોંટાડવાનું કામ કરતી હતી પરંતુ તેને આંગળીમાં ફ્રેક્ચર હોવાથી કરી શકતી ન હતી. યુવતી પણ સાડીમાં ધાગા તોડવાનું કરતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યુવતીએ હિમંત દાખવીને તાત્કાલિક મહિલા હેલ્પલાઈન 181 અને કતારગામ પોલીસને જાણ કરી હતી. કતારગામ પોલીસે ત્યાં દોડી આવી સાધુને પકડી પહેલા ચોકબજાર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. ત્યાર બાદ હદ કતારગામ પોલીસની આવતા આખરે સાધુને કતારગામ પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો.

15 દિવસ પહેલાં પણ યુવતી સાધુ પાસે આવી હતી તે વખતે પણ સાધુ તેને હવસનો શિકાર બનાવી હતી. ડભોલી સ્વામીનારાયણ મંદિરની બાજુમાં સાધુઓ માટે રહેવા માટે રૂમો બનાવવામાં આવી છે. રસોડું સંભાળતા સાધુએ મંગળવારે યુવતીને ત્યાં પૈસા લેવા માટે બોલાવી હતી.
કામ છૂટી જતાં એક મહિલાએ તેને સાધુ પૈસાની મદદ કરશે તેવી વાત કરી હતી. આ બાબતે મહિલાએ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુને વાત કરી હતી. મદદના બહાને બોલાવી સાધુએ તેને પીંખી હતી.
યુવતીએ સાધુની સામે બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. મોડીરાત સુધી પોલીસે સાધુના નામ બાબતે કોઈ ફોડ પાડ્યો ન હતો. માત્ર પૂછપરછ માટે લાવ્યા હોવાનું રટણ કર્યું હતું. પોલીસે આઇપીસીની કલમ 376-એ, 506/2 હેઠળ ગુનો નોંધ્યો હતો.
બપોરના સમયે મંદિરમાં કોઈ ન હોય એવા સમયે યુવતીને બોલાવી હતી ત્યાર બાદ રૂમમાં સાધુ રૂમમાં લઈ જઈને હવસ સંતોષી હતી. 15 દિવસ અગાઉ પણ તેને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બે વાર બળાત્કાર ગુજારતાં આખરે કંટાળેલી યુવતીએ આ ઘટનાની તેના પિતાને વાત કરી હતી. જેથી તેઓ ત્યાં દોડી આવ્યા હતા.
સુરત: ધર્મના નામે ધતિંગ કરતા સાધુની શૈતાનીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના કતારગામ પાસે આવેલા ડભોલી ચાર રસ્તા પાસેના સ્વામીનારાયણ મંદિરના 24 વર્ષના રસોડું સંભાળતા સાધુએ મંગળવારે પૈસાની મદદના બહાને 20 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેના કારણે ખળભળાટ મચી ગયો હતો. યુવતીના પિતા હાર્ટના પેશેન્ટ છે અને માતાની આંગળીમાં ફ્રેક્ચર હોવાથી પૈસાની જરૂર હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -