નવી દિલ્હી: મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર વેકેશનની તસવીરો સોશલ મીડિયા પર છવાયેલી છે. અર્જૂન કપૂર અને મલાઈકા બન્ને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા રહે છે. અર્જૂને ઇન્સ્ટા સ્ટોરી પર વેકેશનની એક ફોટો શેર કરી લખ્યું કે- બેઈમાન હૈ આજ મૌસમ.

અર્જૂન કપૂર એક તસવીર છે, જેમાં તે કુલ પોઝ આપી રહ્યો છે. તસવીરમાં એક યુવતીનો હાથ નજર આવી રહ્યો છે. જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.


આ તસવીર પર યૂઝર્સ કમેન્ટ કરી રહ્યાં છે કે હાથ અર્જૂન કપૂરની લેડી લવ મલાઈકા અરોડાનો છે.અર્જૂનની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.



ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ માલદીવ વેકેશનનો ફોટો શેર કરી મલાઈકા અરોરાએ તેના અફેરને ઓફિશિયલ કર્યું હતું. બન્ને ઘણીવાર સાથે જોવા મળે છે. આ બન્નેની કપલ કેમિસ્ટ્રી શાનદાર છે.