લખનઉ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ યાદવ મંગળવારે પ્રેસ કૉન્ફ્રંસ કરી આઝમ ખાનનો બચાવ કર્યો હતો. લખનઉમાં સમાજવાદી પાર્ટીની ઓફિસમાં મુલાયમ સિંહ યાદવે કહ્યું અમારા સાથી આઝમ ખાને દેશ-વિદેશના મિત્રો પાસેથી દાન લઈને જોહર યુનિવર્સિટી બનાવી છે. આઝમ ખાને આખી જીંદગી મહેનત કરી છે. મુલાયમ સિંહે કહ્યું યુનિવર્સિટીના નિર્માણ માટે સેંકડો વિઘા જમીન ખરીદનાર વ્યક્તિ બે ત્રણ વિધા જમીન માટે ખોટુ ન કરી શકે. આ દરમિયાન મુલાયમસિંહ ભાવુક થયા હતા.


મુલાયમસિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, આઝમ ખાને મજૂર અને ગરીબના હક માટે હંમેશા કામ કર્યુ છે. હું દરેક કાર્યકર્તા અને પાર્ટીના નેતાઓને તેના સમર્થનમાં આવવા માટે અપીલ કરુ છુ. આ દરમ્યાન મુલાયમસિંહ ભાવુક થયા હતા. મહત્વપૂર્ણ છે કે, મુલામયસિંહે એવા સમયે પ્રેસ કોન્ફરન્સ કરી જ્યારે આઝામ ખાન વિરૂદ્ધ 78 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આઝમ ખાન વિરૂદ્ધ જમીન પચાવી પાડવી અને ખેડૂતોને ધાકધમકી આપવાનો આરોપ છે. જે બાદ તેમની કોઈપણ સમયે ધરપકડ કરવામાં આવી શકે છે. જેથી મુલાયમસિંહ આઝમ ખાનના બચાવમાં ઉતરી ગયા છે.