મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડાન્સ કરતી જોવા મળે છે. ખૂબ થોડા સમયમાં જ મલાઈકાના આ વીડિયોએ ધમાલ મચાવી છે.
વીડિયોમાં મલાઈકા બ્લૂ અને વ્હાઈટ ડ્રેસમાં અનારકલી ડિસ્કો ચલી પર જોરદાર ડાંસ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં તેના ડાંસ સાથે તેની અદાઓ પણ ખૂબ જોરદાર છે. ફેન્સ મલાઈકાના આ વીડિયોને સોશિયલ મીડિયાના તમામ ફોર્મેટ પર શેર કરી રહ્યા છે. મલાઈકા અરોરાએ લખ્યું, આ શોને જજ કરવા માટે હું ઘણી ઉત્સાહીત છું.