બોલીવૂડની આ હોટ એક્ટ્રેસનો ડ્રાઈવર તેની અંગત માહિતી કરતો હતો લીક, જાણ થતાં જ હટાવ્યો
અર્જુન કપૂર અને મલાઇકાના રિલેશનશિપની ચર્ચા બોલીવૂડમાં ખૂબ થઇ રહી છે. જોકે બન્નેએ પોતાના સંબંધો સાર્વજનિક નથી કર્યા. મલાઈકા અને અર્જુન આ વર્ષે લગ્ન કરે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. એવી ખબર પણ સામે આવી રહી છે કે મલાઈકા અર્જુન તેમના માટે નવી પ્રોપર્ટી શોધી રહ્યા છે. લગ્ન બાદ તે લોકો ત્યાં જ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: બોલીવૂડની હોટ એક્ટ્રેસે પોતાની અંગત માહિતી લીક થવાને કારણે પોતાના ડ્રાઈવર પર કડક પગલા ઉઠાવ્યા છે. એક્ટ્રેસ મલાઇકા અરોરા અને અર્જુન કપુર બંને એકબીજા સાથેના અફેરને લઈને ચર્ચામાં રહે છે. બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધો જાહેર નથી કર્યા પરંતુ બંને ઘણી વખત સાથે જોવા મળે છે. મલાઈકાએ પોતાની અંગત જાણકારીઓ લીક થવાને કારણે આરોપી સામે કડક પગલા લીધા છે.
મળતી માહિતી મુજબ, હાલમાં મલાઇકાને આ વાતની જાણકારી થઇ છે કે અર્જુનની સાથે તેના સંબંધ અંગે પર્સનલ માહિતી લીક થઇ રહી હતી. મલાઇકાને શંકા છે કે તેનો ડ્રાઈવર તેની અંગત માહિતી લીક કરી રહ્યો હતો. આ અંગે અભિનેત્રીને જાણ થતા તેણે ડ્રાઇવરને નોકરીથી કાઢી નાખ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -