NZvIND: ન્યૂઝિલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં વધુ એક યુવા ખેલાડી કરશે ડેબ્યૂ, જાણો કોણ છે
ઓકલેન્ડઃ ટીમ ઈન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આવતીકાલથી પાંચ મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ થશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપની તૈયારી માટે થોડી જ મેચ બાકી રહી છે અને તે પહેલા તમામ ખેલાડીઓને અજમાવી લેવા માંગે છે. ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ બે વન ડેમાં ભારતે અનુક્રમે મોહમ્મદ સિરાઝ અને વિજય શંકરને ડેબ્યૂ કરાવ્યું હતું. જે બાદ ન્યૂઝિલેન્ડ પ્રવાસમાં વધુ એક ખેલાડી વન ડે ડેબ્યૂ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ડિયા-એ ટીમે જ્યારે ગત વર્ષે ન્યૂઝિલેન્ડનો પ્રવાસ ખેડ્યો ત્યારે પણ ગિલ ટીમનો સભ્ય હતો. જેથી તે ત્યાંની પરિસ્થિતિથી માહિતગાર છે.
આજે સવારે નેટમાં પણ તેણે સારો પરસેવો પાડ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી અંડર-19 વર્લ્ડ કપ રમતી વખતે શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચાલુ વર્ષે તેણે રણજી ટ્રોફીની 10 ઈનિંગમાં 98.75ની સરેરાશથી 790 રન ફટકાર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -