મલાઈકાએ કહ્યું, આ જ પહેલી વાત હોય છે કે , સમજી વિચારીને નિર્ણય લો. હું પણ આ સમયમાંથી પસાર થઇ હતી. મલાઇકાએ શો પર ડિવોર્સ સાથે જોડાયેલી વાતો શેર કરતાં કહ્યું કે, તેમના પરિવારે તેને ડિવોર્સની સુનાવણીના આગળની રાત્રે પણ બધી વસ્તુઓ વિચારીને કરવા કહ્યું હતું. તેણે જણાવ્યું કે, પરિવારે કહ્યું હતું કે, શું તુ ખરેખર ડિવોર્સ લેવા માંગે છે. શું તું તારા નિર્ણય પર અડગ છે. એટલે મને લાગે છે કે, એવું કંઇક હતું જેના પર મેં તમામ લોકોની શાંતિથી વાત સાંભળી હતી. આ એ લોકો છે, જે મારી ચિંતા કરે છે અને એટલે જ મારા નિર્ણયને લઇને એ જરૂરથી આમ કહેશે.
પરિવાર અને મિત્રો દ્વારા ડિવોર્સ લેતા સમયે સાથે રહેવા પર મલાઇકાએ જણાવ્યું કે , અંતે મારા મિત્રો અને પરિવારના સભ્યોને લાગ્યું કે હુ અરબાઝની સાથે પોતાના લગ્નને સમાપ્ત કરવા માંગુ છું, બાદમાં બધાએ મને સાથે આપ્યો હતો. તમામ લોકોએ કહ્યું કે , જો આ નિર્ણય તું લઇ રહી છે , તો વાસ્તવમાં તારા માટે અમને ગર્વ છે , તુ એક મજબૂત મહિલા છે. જેનાથી મને ખૂબ જ તાકત મળી હતી.
ઉલ્લેખનીય છે કે મલાઈકાએ 2017માં અરબાઝ સાથે ડિવોર્સ લીધા હતા. મલાઈકા અને અરબાઝને એક દિકરો અરહાન પણ છે.