નવી દિલ્હી: દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ભારતમાં પણ ચિંતાજનક રીતે વધી રહી છે. તેની વચ્ચે એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટની ટિકિટ બુકિંગ 30 એપ્રિલ સુધી બંધ કરી દીધી છે.

આ પહેલા એર ઈન્ડિયાએ 14 એપ્રિલ સુધી ફ્લાઈટ ટિકિટ બુકિંગ બંધ કરી હતી પરંતુ હવે તેને લંબાવીને 30 એપ્રિલ સુધી બંધ કરી દીધી છે. હવે આ મામલે આગામી સમીક્ષા 14 એપ્રિલ સુધીના લોકડાઉન સંબંધીત આદેશ અનુસાર થશે.



કોરોનાની મહામારીથી દુનિયાભરમાં મરનારાઓની સંખ્યામાં શુક્રવાર સુધીમાં 50 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે વિશ્વભરમાં 10 લાખથી વધુ લોકો જીવલેણ વાયરસથી સંક્રમિત થયા છે. ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 2900ને પાર પહોંચી ગઈ છે. જ્યારે 62 લોકનાં મોત થઈ ચૂક્યા છે.