મલાઇકા અરોરાએ પોસ્ટ કરી બિકિની પહેરેલી અંડરવોટર હોટ તસવીર, ફરાહ ખાને પૂછ્યું ફોટોગ્રાફરનું નામ
abpasmita.in | 27 Apr 2019 06:29 PM (IST)
આ વખતે મલાઇકાએ બિકિનીમાં અંડરવોટર કેટલીક હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેના પર ફિલ્મ મેકર ફરાહ ખાને કમેન્ટ કરી છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ મલાઇક અરોરા છેલ્લા ઘણા સમયથી તેની લવ લાઇફને લઇ લાઇમ લાઇટમાં છે. મલાઇકા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ વખતે મલાઇકાએ બિકિનીમાં અંડરવોટર કેટલીક હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેના પર ફિલ્મ મેકર ફરાહ ખાને કમેન્ટ કરી છે. મલાઇકાની આ તસવીર જોયા બાદ ફરાહ ખાને કમેન્ટ બોક્સમાં જે સવાલ પૂછ્યો તેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. તસવીર શેર કરીને મલાઇકાએ લખ્યું, શાંતિ...આ મેડિટેટિવ છે. જેના પર મજાક કરતા ફરાહ ખાને મલાઇકાને પૂછ્યું કે, પાણીની અંદર તારી તસવીર કોણ લેતું હતું ? મલાઇકાએ જવાબ આપતા લખ્યું, ‘હાહા....કમિની’. જોકે ફરાહ ખાનનો ઇશો કોના તરફ હતું તે સ્પષ્ટ છે.