ચેન્નઈઃ આઈપીએલ પોઇન્ટ ટેબલમાં હાલ ટોચના ક્રમે રહેલી ચેન્નઇ સુપર કિંગ્સની મુશ્કેલી વધી શકે છે. સીએસકેના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બીમાર છે. આ ખબર વર્લ્ડક્પની રાહ જોઈ રહેલા ભારતીય પ્રશંસકોને નિરાશ કરી શકે છે. ધોની અને જાડેજા વગર શુક્રવારે સુરેશ રૈનાના નેતૃત્વમાં ચેન્નઇની ટીમ ઘરેલુ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 46 રનથી હારી ગઈ હતી. તાવના કારણે ધોની મેચમાં રમ્યો નહોતો.


ધોની અને જાડેજા અંગે ફ્લેમિંગ કહ્યું કે, બંને ઘણા બીમાર છે. અસ્વસ્થ છે. ઘણી ટીમો હાલ આવી સ્થિતિનો સામનો કરી રહી છે. ટૂર્નામેન્ટમાં ધોનીએ 7 ઇનિંગમાં 100થી વધારેની સરેરાશથી 314 બનાવ્યા છે. તે સીએસકે તરફથી સૌથી વધારે રન બનાવનારો ખેલાડી છે.

ફ્લેમિંગ કહ્યું કે, અમેચાર દિવસના આરામની રાહ જોઈ રહ્યા હતા. મને લાગે છે કે મુંબઈને પાંચ દિવસના વિશ્રામનો ફાયદો મળ્યો છે અમે પણ તેમ કરીશું. છેલ્લા બે સપ્તાહમાં ટીમે 6 મેચ રમી છે અને ચાર દિવસના આરામથી ખેલાડીઓને ફાયદો મળશે.

અર્જુન એવોર્ડ માટે BCCIએ બે ગુજરાતી સહિત 4 ક્રિકેટરના નામની કરી ભલામણ, જાણો વિગત

 IPL: જીત બાદ રોહિત શર્માએ ધોનીને લઈને કહી આ મોટી વાત, કહ્યું- તે ટીમમાં ન હોય ત્યારે....