અર્જૂન કપૂર સાથે લગ્નની અફવાઓ પર મલાઈકાએ લગાવ્યો ફુલસ્ટૉપ
abpasmita.in | 04 Aug 2019 11:03 AM (IST)
અર્જૂન કપૂરના બર્થડે પર બન્નેએ પોતાના રિલેશનશિપનો સ્વીકાર કર્યો હતો અને લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ પર ફુલસ્ટોપ લગાવ્યો હતો.
મુંબઈ: મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર છેલ્લા ઘણ સમયથી પોતાના રિલેશનને લઈને ચર્ચામાં છે. બને સોશિયલ મીડિયાથી લઈને પાર્ટીઓ સુધી છવાયેલા રહે છે. આ કપલને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. એવામાં બન્નેની લગ્નની અફવા પણ સામે આવી રહે છે. તેની વચ્ચે મલાઈકાએ લગ્નની ખબરો પર પ્રતિક્રિયા સામે આવી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન મલાઈકાએ કહ્યું, “ખુશી માનસિક મનોદશા પર નિર્ધારિત હોય છે. હું ખુશ છું. કારણ કે હું એક્સપ્લિનેશન છું. આવી અફવાઓથી અનેક લોકો ક્યારેક તો ઘેરાય છે. કોઈને બક્ષવામાં આવતા નથી. આવા અનુમાનો લગાવતા રહે છે. ” મલાઈકાએ લગ્નની ખબરોનું ખંડન કરતા કહ્યું કે અમે અગાઉ પણ કહી ચુક્યા છે કે અત્યારે લગ્નનો કોઈ જ પ્લાન નથી. અર્જૂન કપૂરના બર્થડે પર બન્નેએ પોતાના રિલેશનશિપને ઓફિશિયલી સ્વીકાર કર્યો હતો અને લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ પર ફુલસ્ટોપ લગાવ્યો હતો. બન્ને તે દરમિયા યૂએસએમાં રજાઓ માણવા પણ ગયા હતા. થોડા દિવસ પહેલા અર્જૂન કપૂર મલાઈકાના માતા-પિતાને મળવા તેના ઘરે ગયો હતો. સાઉથના આ યુવા સ્ટારે કરણ જોહરની 40 કરોડની ઓફર ફગાવી દીધી, કારણ જાણીને આશ્ચર્ય થશે અક્ષય કુમાર એક ફિલ્મના લે છે 54 કરોડ રૂપિયા, જાણો આ આંકડો કેમ કર્યો પસંદ ?