ફ્લોરિડાઃ ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઈ રહી છે. પ્રથમ ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો ચાર વિકેટે વિજય થયો હતો. ત્યારે ફરી આજે સીરીઝ જીતવાના ઇરાદાથી ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. બીજી ટી 20 અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાશે. જેની શરૂઆત ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે થશે.


મેચનું લાઇવ પ્રસારણ સોની નેટવર્ક્સની ચેનલ પરથી જોઈ શકાશે. સોની ટેન 1, સોની ટેન 1 એચડી પરથી ઈંગ્લિશ કોમેન્ટ્રી અને સોની ટેન 3 તથા સોની ટેન 3 એચડી પરથી હિન્દી કોમેન્ટ્રી પ્રસારિત થશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લાઈવ પરથી જોઈ શકાશે.

પ્રથમ ટી20  વિન્ડીઝની ટીમ ભારતીય બોલરો સામે મોટો સ્કોર બનાવી શકી નહોતી. વેસ્ટ ઇન્ડિઝે આપેલા 96 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 17.2 ઓવરમાં 6 ગુમાવી 98 રન બનાવી જીત મેળવી લીધી હતી. ટીમ ઇન્ડ઼િયા તરફથી રોહિત શર્માએ 24 અને કોહલી અને મનીષ પાંડેએ 19 રન ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી નવદીપ સૈનીએ ત્રણ વિકેટ ઝડપી હતી.

પ્રથમ ટી 20 માં ટીમ ઇન્ડિયાએ રાહુલ ચહર, દીપક ચહર, લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરનો ટીમમાં સમાવેશ કર્યો નહોતો. ત્યારે આજની મેચમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.

ભારત: વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, મનીષ પાંડે, ઋષભ પંત, કૃણાલ પાંડયા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ અને નવદીપ સૈની. રાહુલ ચહર, દીપક ચહર, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર

વેસ્ટ ઇન્ડિઝ: જોહન કેમ્બેલ, એવીન લુઈસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કાયરન પોલાર્ડ, રોવમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ, કીમો પોલ, સુનિલ નારાયણ, શેલ્ડન કાતરેલ અને ઓશેન થોમસ

આ ખેલાડીને એક મેચ માટે મળતા હતા 200 રૂપિયા, ટીમ ઈન્ડિયા માટે કર્યું ધમાકેદાર ડેબ્યૂ

INDvWI: વિન્ડિઝના ઓપનરોએ બનાવ્યો T20માં શરમજનક રેકોર્ડ, જાણો વિગત

INDvWI: T20 ઈન્ટરનેશનલમાં ભારતીય બોલરોએ માત્ર ત્રીજીવાર કર્યું આ કારનામું, જાણો વિગત