નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ઇન્દોર ટ્રાફિક પોલીસનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક છોકરી રસ્તા પર અનોખી રીતે લોકોને જાગૃત કરતી દેખાય રહી છે. ટ્રાફિક પોલીસની મદદ કરનાર આ છોકરીનું નામ શુભી જૈન છે જે પૂણેના સિમ્બાયોસિસ કોલેજની વિદ્યાર્થીની છે. વીડિયોમાં શુભી જૈનને માત્ર ટ્રાફિક સંભાળતા જ દેખાય રહી નથી, પરંતુ તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે લોકોને જાગૃત પણ કરતાં દેખાય રહી છે.


આ વીડિયોમાં શુભી જૈન એ લોકોને થેંક્યૂ કહેતા જોવા મળી હતી જેણે હેલમેટ પહેર્યું હતું અને કારમાં સીટ બેલ્ટ બાંધ્યો હતો. શુભી એ પણ જણાવે છે કે એક બાઈક પર ત્રણ લોકો મુસાફરી ન કરો. ઈંદોર પોલીસે આ પહેલી વાર નથી કર્યું. 5 નવેમ્બરે શેર કરેલા એક ટ્વીટમાં ઈંદોર ટ્રાફિક પોલીસે બતાવ્યું કે દેશના અલગ અલગ કોલેજના લગભગ 87 બાળકો રસ્તા પર લોકોને ટ્રાફિકના નિયમો પ્રતિ જાગ્રત કરી રહ્યા છે. તે બાળકો બધાને સમજાવે છે કે હેલમેટ પહેરવાથી અને સીટ બેલ્ટ બાંધવાથી શું ફાયદા થાય છે.

શુભી પહેલાં ઇન્દોરના ટ્રાફિક પોલીસ ઓફિસર રણજીત સિંહ પણ પોતાના અનોખા અંદાજથી લોકોની વાહવાહી મળી ચૂકી છે. રણજીત સિંહ ટ્રાફિક પોલીસના એવા જવાન છે જે પોતાના ડાન્સ સ્ટેપ્સથી ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પ્રખ્યાત છે. તેઓ વાત-વાતમાં રસ્તા પર લોકોને મોટા-મોટા સંદેશ આપી જાય છે. સોશિયલ મીડિયા પર તેમના પણ કેટલાંય પ્રશંસક છે જે તેમના કામ પર શાબાશી આપે છે.