મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ અને શારીરિક શોષણના ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસનુ શોષણ થયુ હોવાનુ ખુદ એક્ટ્રેસે ધડાકો કરીને આરોપ આરોપ લગાવ્યો છે. જાણીતી મલયાલમ એક્ટ્રેસ રેવતી સંપતે પોતાના સોશયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની સાથે ફિલ્મ દ્રશ્યમના એક્ટરથી લઇને ડાયરેક્ટર સુધીના નામો જાહેર કર્યા છે, તેને આ તમામ લોકો પર શારીરિક શોષણ કર્યાનો આરોપ લગાવ્યો છે. 


એક્ટ્રેસ રેવતી સંપતે પોતાની પૉસ્ટમાં 14 લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ પૉસ્ટ બાદ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. એક્ટ્રેસે આ તમામ લોકો પર આક્ષેપ મૂક્યો છે કે આ તમામ લોકોએ તેનું શોષણ કર્યું છે. આ લિસ્ટમાં જાણીતા એક્ટર, ડિરેક્ટર તથા એક સબ ઈન્સ્પેક્ટર સામેલ છે.


એક્ટ્રેસ રેવતીએ પોસ્ટ શૅર કરીને કર્યો ધડાકો- 
એક્ટ્રેસે રેવતીએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હું અહીંયા પ્રોફેશનલ, વ્યક્તિગત, સાઇબર સ્પેસના માધ્યમથી દુર્વ્યવહાર કરનારા અપરાધીઓના નામનો ઘટસ્ફોટ કરી રહી છું. તેમણે અત્યાર સુધી મારુ શારીરિક, માનસિક તથા ભાવનાત્મક રીતે શોષણ કર્યું છે.'




એક્ટ્રેસ રેવતીએ આ 14 લોકો પર મુક્યો આક્ષેપ?
1. રાજેશ ટચરિવર (ડિરેક્ટર)
2. સિદ્દીકી (એક્ટર)
3. આશિક માહી (ફોટોગ્રાફર)
4. શિજુ એ આર (એક્ટર)
5. અભિલ દેવ (કેરળ ફેશન લીગ, ફાઉન્ડર)
6. અજય પ્રભાકર (ડૉક્ટર)
7. એમ. યસયસયસ
8. સૌરભ કૃષ્ણન (સાઇબર બુલી)
9. નંદુ અશોકન (DYFI યુનિટ કમિટીના સભ્ય, નેદુમકાડ)
10. મેક્સવેલ જોસ (શોર્ટ ફિલ્મના ડિરેક્ટર)
11. શાનુબ કરુવથ તથા ચાકોસ કેક (એડ ડિરેક્ટર)
12. રાકેંટ પાઈ (કાસ્ટિંગ ડિરેક્ટર)
13. સરુન લિયો (ESAF બેંક એજન્ટ, વલિયાથુરા)
14. સબ ઈન્સ્પેક્ટર બીનુ (પુનથુરા પોલીસ સ્ટેશન, ત્રિવેદન્દ્રમ)




કોણ છે રેવતી?
27 વર્ષીય રેવતીએ 2019માં ફિલ્મ 'પટનાગઢ'થી મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2018માં 'વૉફ્ટ' ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શિજુ જ્હોન, આશિષ શિશધર હતા. એક્ટ્રેસ હોવા ઉપરાંત સપંત એક્ટિવિસ્ટ તથા સાયકોલોજિસ્ટ પણ છે.


રેવતીની આ પોસ્ટ ઘણી જ વાઇરલ થઈ છે. આ પોસ્ટ પર અનેક યુઝર્સ વિવિધ કમેન્ટ્સ કરી છે. કેટલાંક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ માને છે તો કેટલાંકે આ 14 લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી છે.