નવી દિલ્લી: બોલીવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ઓળખાતી અભિનેત્રી મલ્લિકા શેરાવત પર પેરિસમાં આશરે ત્રણ નકાબધારીએ શુક્રવારે રાત્રે હુમલો કર્યો હતો.

પોલીસે આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે શુક્રવારની રાત્રે આશરે 9.30 વાગ્યે મલ્લિકા શેરાવત તેના ફ્રેંચ બિઝનેશ મેન બોયફ્રેંડ સાઈરિલ ઓક્જેનફ્રેંસ જ્યારે તેના ઘરે પહોંચ્યા, ત્યા હાજર ત્રણ નકાબઘારી હુમલાવરોએ પ્રથમ તો મલ્લિકા શેરાવત અને તેના બોયફ્રેંડ પર ટીયર ગેસ સ્પ્રેં કર્યો અને પછી તેમની પીટાઈ ચાલૂ કરી દિધી. ત્યારબાદ હુમલાવરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના કારણે મલ્લિકા સદમામા છે.

હુમલાવરોએ લૂટ કરવાના ઈરાદાથી હુમલો કર્યો હોવાનું અનુમાન છે. આ ઘટના એ જગ્યા પર બની જયાં મલ્લિકાના બોયફ્રેંડ સિલેરીનો ફલેટ છે.

ઉલ્લેખનીય છે કે જે જગ્યા પર મલ્લિકા અને તેના બોયફ્રેંડ પર હુમલો થયો તે જગ્યા પર થોડા મહિનાઓ પહેલા જાણીતી રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયા પર પણ હુમલો થયો હતો.