નવી દિલ્લી : સરકાર તરફથી હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. 500 અને 1000 ની નોટ પર બેન લગાવ્યા બાદ સરકારે દેશના તમામ હાઈવે ટોલ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.
હવેથી તમામ હાઈવે 24 નવેંબર સુધી ટોલ ફ્રી રહેશે. આ વાતની જાહેરાત પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કરી હતી. લોકોને પડતી મુશકેલીઓને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે સરકારે 8 નવેંબરની મધ્ય રાત્રીથી દેશમાં કાળુનાણું બંધ કરવાના ઉદ્દેશ્યથી 50 અને 1000ની નોટને ચલણથી દૂર કરી છે.