અમેરિકાની ચૂંટણીમાં જો બાઇડેને ડોનાલ્ડ ટ્રંપને પછાડીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તે દેશના 46માં રાષ્ટ્રપતિ બની ગયા છે. તેમના જીતવા પર ભારતમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે, પરંતુ લોકોમાં સૌથી વધારે ખુશી એ વાતની છે કે ભારતીય મૂળની કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ બની ગયા છે. એવામાં દરેક ભારતીય ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

કમલા હેરિસને લઈને મલ્લિકા શેરાવતની ભવિષ્યવાણી

કમલા હેરિસ અમેરિકાની રાજનીતિમાં ઘણાં લાંબા સમયથી સક્રિયા રહ્યા છે. તેમને ડેમોક્રેટ્સના એક મોટા નેતા પણ ગણવામાં આવે છે. એવામાં પાર્ટી તરફથી તેમને ઉપ રાષ્ટ્રપતિ બનાવવા એ આશ્ચર્યજનક નથી. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજથી 11 વર્ષ પહેલા એક બોલિવૂડ એક્ટ્રેસે કમલા હેરિસને લઈને એવી ભવિષ્યવાણી કરી હતી જે હવે ચોક્કસ સાબિત થઈ રહી છે. વાત થઈ રહી છે મલ્લિકા શેરાવતની જેમણે કમલા હેરિસને લઈને વર્ષ 2009માં ટ્વીટ કર્યું હતું. તેણે ટ્વીટ કરીને આશા વ્યક્ત કરી હતી કે કમલા હેરિસ એક દિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ હશે.


ટ્વીટમાં મલ્લિકાએ લખ્યું હતું એક પાર્ટીમાં ખૂબ મસ્તી કરી રહી છું જ્યાં મારી સાથે એક એવી મહિલા બેઠી છે જેને લઈને કહેવાય છે કે તે અમેરિકાની રાષ્ટ્રપતિ બની શકે છે. હવે 11 વર્ષ જૂના આ ટ્વીટમાં મલિલ્કાએ કમલા હેરિસનો ઉલ્લેખ કર્યો છે. તેને એ સમયે લાગતું હતું કે કમલા અમેરિકાની રાષ્ટ્રપતિ બની શકે છે. હવે 2020માં કમલા હેરિસ રાષ્ટ્રપતિ તો નહીં પરંતુ ઉપ રાષ્ટ્રપતિ ચોક્કસ બની ગયા છે. એવામાં મલ્લિકાનું આ 11 વર્ષ જૂનું ટ્વીટ હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે.