અમદાવાદઃ કોરોનાના કેસ ફરી વધવાની આશંકા વચ્ચે ઇન્ડિયન મેડિકલ એસોશિએશન (IMA)ના મહિલા પ્રમુખ ડો. મોના દેસાઈએ દહેશત વ્યક્ત કરી છે. શાળાઓ ખોલવાની ઉતાવળ બાળકોને સુપરસ્પ્રેડર બનાવી શકે છે. આ આબોહવા વાયરસને ઉછેર થવા માટે શ્રેષ્ઠ આબોહવા છે, તેમ તેમણે જણાવ્યું હતું.


તેમણે દહેશત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં નાગરિકો એક બીજાને મળશે તે નક્કી છે, જેના કારણે સંક્રમણ ફેલાશે. સરકારને વિનંતી છે કે ઉતાવળમાં શાળાઓ ખોલવા અંગે નિર્ણય ન કરે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે, પણ તેની સામે લક્ષણ વગર પણ શાળાએ જતું બાળક કોરોના ફેલાવી શકે છે. બાળકોને શાળાએ મોકલવા માંગતા વાલીઓને તબીબોની સલાહ છે કે, આ વર્ષે જીવી જવું જરૂરી છે માટે તમામ વાલીઓ ધીરજ રાખે.