મુંબઇઃ બૉલીવુડની સેક્સી એક્ટ્રેસ મલ્લિકા શેરાવતને બાળકો ખુબજ પસંદ છે, તે પોતાના બિઝી શિડ્યૂલમાંથી ટાઇમ કાઢીને ભાઇ વિક્રમ લાંબાના પુત્ર સાથે ટાઇમ સ્પેન્ડ વધુ કરે છે. તેને નાના બાળકો ખુબ પંસદ છે, જોકે તેને એક ઇન્ટવ્યૂમાં મોટો ખુલાસો કરતાં કહ્યું કે તેને માતા બનવાનો ખુબ જ ડર લાગે છે, આનુ કારણ રસપ્રદ છે......

મલ્લિકા શેરાવતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે હાલ માં બનવા માટે તૈયાર નથી, આ એક મોટી જવાબદારીનું કામ છે. મને બાળકોની જવાબદારીથી ખુબ ડર લાગે છે. હાલ જ્યાં જવુ હોય ત્યા સૂટકેસ ઉઠાવીને નીકળી જવાય છે, તેમ પછી ના થઇ શકે.



તેને કહ્યું કે, મને માં બનવાનો ડર એટલા માટે લાગે છે કે આ મોટી જવાબદારીવાળુ કામ છે, જો તમારે કોઇ બાળક હોય તો તેના વિશે હંમેશા વિચારવુ પડે છે. હું બાળકો અને તેમની સ્કૂલ સહિતની બીજી વસ્તુઓ વિશે વિચારીને જ પરેશાન થઇ જાઉં છું. હું હાલની પરિસ્થિતિથી ખુબ ખુશ છું.



નોંધનીય છે કે, 42 વર્ષીય એક્ટ્રેસ મલ્લિકા શેરાવત આ પહેલા એક ફ્રેન્ચ બિઝનેસ મેન Cyrille Auxenfansને ડેટ કરતી હતી, જોકે, બ્રેકઅપ બાદ હાલ સિંગલ છે. મલ્લિકા ઇમરાન હાશમી સાથેના મર્ડર ફિલ્મને લઇને ખુબ ચર્ચામાં આવી હતી.