✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈમરાન હાશ્મીની આ એક્ટ્રેસે સુષમા સ્વરાજ પાસે માગી મદદ, જાણો ટ્વીટ કરીને શું કહ્યું...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Feb 2018 07:44 AM (IST)
1

મલ્લિકાએ તાજેતરમાં જ ભારતમાં બાળ તસ્કરી પર બનેલી ડોક્યુમેન્ટ્રી ‘ઇન્ડિયાઝ એકીલિઝ હીલ’માં કામ કર્યું છે. જે ‘ફ્રી અ ગર્લ મુવમેન્ટ’ના વોલન્ટિયર્સે બનાવી છે.

2

મલ્લિકા શેરાવતે એ પણ જણાવ્યું હતું કે,’સુષમા સ્વરાજે હંમેશા આવા મુદ્દાઓનું સમાધાન કાઢ્યું છે. જેથી હું તેમની પાસેથી સકારાત્મક આશા રાખી રહી છું.’ મલ્લિકાનું કહેવું છે કે,’હું આ મુદ્દાને લઇને ખૂબ જ સંવેદનશીલ છું અને ઇચ્છું છું કે સરકાર આ એનજીઓની સહ સંસ્થાપકને ભારતીય વિઝા આપવામાં મદદ કરે. આ એનજીઓની સહ સંસ્થાપક ભારતીય બાળકો અને મહિલા કલ્યાણ માટે અથાગ પ્રયત્ન કરી રહી છે.

3

મલ્લિકા શેરાવત ‘સ્કૂલ ફોર જસ્ટિસ’ની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ સ્કૂલ ‘ફ્રી અ ગર્લ’ એનજીઓની અનોખી પહેલ છે. જેની હેઠળ વેશ્યાલયોમાંથી બચાવેલી યુવતીઓને શિક્ષા, પ્રશિક્ષણ અને સમર્થન આપીને તેમની વ્યવસ્થા કરવાનું કામ કરે છે. આ એનજીઓ હેઠળ યુવતીઓને વકીલ બનાવીને ન્યાયિક વ્યવસ્થા હેઠળ કામ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે છે.

4

મલ્લિકાએ ભારતમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ અને જાતીય શોષણ સાથે લડતી એક એનજીઓ ફ્રી અ ગર્લની સાથે હાથ મિલાવ્યો છે. હવે મલ્લિકા આ એનજીઓની મદદ કરતી પણ જોવા મળે છે. તેણે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ટ્વિટ પર આ એનજીઓને મદદ કરવાની અપીલ કરી છે.

5

મલ્લિકા શેરાવતે ટ્વિટર દ્વારા વિદેશમંત્રી સુષમા સ્વરાજને વિનંતી કરી હતી કે તે ‘ફ્રી અ ગર્લ’ એનજીઓની સહ સંસ્થાપકની મદદ કરે. જેમને વારંવાર ભારતીય વિઝા આપવાની મનાઈ કરવામાં આવી રહી છે. ‘ફ્રી અ ગર્લ’ આંદોલનની સહસંસ્થાપક એવલિયેન હોલ્સ્કેનને વારંવાર ભારતીય વિઝા આપવાની મનાઇ કરવામાં આવી હતી. તેની એનજીઓ ભારતમાં બાળ તસ્કરી અને મહિલા કલ્યાણના ક્ષેત્રમાં અસાધારણ કામ કરવા માટે જાણીતી છે.

6

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત સોશિયલ નેટવર્કંગ સાઈટ્સ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની તસવાર અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી હે છે આ જ કારણે તે ચર્ચામાં પણ રહે છે, પરંતુ આ વખતે મલ્લિકા ચર્ચામાં કોઈ અલગ કારણોસર છે.

  • હોમ
  • મનોરંજન
  • ઈમરાન હાશ્મીની આ એક્ટ્રેસે સુષમા સ્વરાજ પાસે માગી મદદ, જાણો ટ્વીટ કરીને શું કહ્યું...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.