IND vs SA: પોર્ટ એલિઝાબેથમાં આજે પાંચમી વન ડે, ઇતિહાસ રચવા સહિત આ રેકોર્ડ્સ પર રહેશે ટીમ ઈન્ડિયાની નજર
ટીમ ઈન્ડિયા અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં સીરિઝ જીતવામાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ આ વખતે તેની પાસે મેચ જીતીને ઇતિહાસ રચવાનો સોનેરી મોકો છે. વિરાટ કોહલી તેની કેપ્ટનશિપમાં આ રેકોર્ડ બનાવવા પૂરી કોશિશ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા 26 વર્ષ દરમિયાન પોર્ટ એલિઝાબેથમાં ભારત કુલ 5 મેચ રમ્યું છે. જેમાં 4 મેચમાં સાઉથ આફ્રિકા અને 1 મેચમાં કેન્યા સામે હારનો સામનો કરવો પડ્યો છે. 2001માં કેન્યાએ ભારતને આ મેદાન પર હરાવી અપસેટ સર્જયો હતો. જોકે વિરાટ કોહલી હારની પરંપરા અટકાવવા માંગશે.
પોર્ટ એલિઝાબેથઃ યજમાન સાઉથ આફ્રિકા અને પ્રવાસી ભારત વચ્ચે 6 વન-ડે મેચની શ્રેણીની પાંચમી મેચ મંગળવારે પોર્ટ એલિઝાબેથમાં રમાશે. ભારતીય સમય મુજબ સાંજે 4.30 કલાકથી મેચનો પ્રારંભ થશે. ટીમ ઈન્ડિયા અહીંયા એક પણ વન-ડે જીતી શક્યું નથી. હાલ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 3-1ની લીડ ધરાવે છે, જ્યારે પિંક વન-ડેમાં સાઉથ આફ્રિકાની જીતથી યજમાન ટીમનો ઉત્સાહ વધ્યો છે.
આ સીરિઝમાં ચહલ અને યાદવની ફિરકી આફ્રિકન બેટ્સમેનો પર ભારે પડી છે. બંનેએ સીરિઝમાં અત્યાર સુધી 12-12 વિકેટ ઝડપી છે. જો બંને વધુ 2 વિકેટ લેશે તો દક્ષિણ આફ્રિકામાં કોઇપણ સ્પિનર દ્વારા એક સીરિઝમાં લેવામાં આવેલી સૌથી વધુ વિકેટનો રેકોર્ડ બની જશે.
વિરાટ કોહલી પોર્ટ એલિઝાબેથ વન-ડેમાં જો 2 કેચ પકડશે તો બંને ટીમો વચ્ચે વન ડે શ્રેણીમાં વિકેટકિપર સિવાય સૌથી વધારે કેચ પકડનારો ભારતીય ખેલાડી બની જશે. કોહલીના નામે હાલ 16 કેચ છે. રાહુલ દ્રવિડ 17 કેચ સાથે નંબર એક પર છે.
ધોની માટે આ મેચ મહત્વની સાબિત થઈ શકે છે. હાલ ધોનીની વન-ડે કરિયમાં 9954 રન છે. જો તે આ મેચમાં 46 રનના ઇનિંગ રમશે તો તેના 10 હજાર પૂરા થઈ જશે. આ સાથે જ તે શ્રીલંકાના કુમાર સંગકારા બાદ 10,000 રન બનાવનારો વિશ્વનો બીજો વિકેટકિપર બેટ્સમેન બની જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -