પાલનપુરઃ બેફામ ટેન્કરે કાર સહિત ચાર વાહનોને લીધા અડફેટે, છનાં મોતથી અરેરાટી
આ અકસ્માતના સમાચાર મળતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા છમાંથી પાંચ અમીરગઢના વતની છે. જ્યારે અન્ય એક ડીસાનો વતની છે. જ્યારે છ લોકોને આ અકસ્માતમાં ઇજા પહોંચી છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અકસ્માતમાં દિલીપભાઈ છગનભાઇ પટેલ (રહે . અમીરગઢ, ઉ.વ.42.), ભરતભાઇ પટેલ (રહે.અમીરગઢ, ઉ.વ.40 ), રાહુલભાઈ દિલીપભાઈ જોશી (રહે. પાલનપુર બ્રાહ્મણવાસ, ઉ.વ.22), સુરેશભાઈ શામજીભાઈ પટેલ (રહે. અમીરગઢ, ઉ.વ.42), પ્રકાશભાઈ ઈશ્વરજી માળી (રહે. ડીસા, ઉ.વ 32 ) અને વિઠ્ઠલભાઈ પટેલ (રહે. અમીરગઢ)નું મોત થયું છે.
જ્યારે છ લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે મહેસાણા અને અમદાવાદ ખસેડાયા છે. આ ઘાયલોમાં રાવળ ભરતભાઈ કાળુભાઇ (ઉ.વ.38), મનોજભાઈ દેવડા (ઉ.વ.40, રહે.માલગઢ, ડીસા) અને જસવંતભાઈ પુનમભાઈ પટેલ (ઉ.વ.65, રહે. અમીરગઢ)નો સમાવેશ થાય છે.
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ટેન્કર ચાલકે કાર સહિત ચાર-ચાર વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જતા છ લોકોના મોતથી સમગ્ર પાલનપુરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બેફામ બનેલા ટેન્કરે કાર સહિતના વાહનોને અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -