નવી દિલ્હીઃ યુવા મલયાલમ એક્ટર શેન નિગમે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શેને પ્રોડ્યૂસર જોબી જોર્જ પર આરોપ લગાવ્યો છે કે તેણે પોતાની હેર સ્ટાઈલ બદલાવી તો જોર્જે તેને મારી નાખવાની ધમકી આપી છે.

શેને ઇન્સ્ટાગ્રામ લાઈવ વીડિયો દ્વારા પોતાની વાત લોકો સામે મુકી છે. ઉપરાંત તેણે એસોસિએશન ઓફ મલયાલમ મૂવી એક્ટર્સની પાસે ફરિયાદ પણ નોંધાવી છે. સાથે જ સોશિયલ મીડિયામાં તેની ઇમેજ ખરાબ કરવા પર અને ભવિષ્યમાં કોઇ ક્ષતિ પહોંચવા પર તેનો જવાબદાર પ્રોડ્યુસર જોબી જોર્જને ગણાવ્યા છે.



આ સમગ્ર ઘટના એવી છે કે થોડાક દિવસ પહેલા જોબી જોર્જના પ્રોડક્શ વાળી ફિલ્મ ‘વેયિલ’ માટે શેન નિગમ શુટિંગ કરી રહ્યા હતા. પરંતુ એક શેડ્યુલ પૂરુ કર્યા બાદ તેણે તેની એક અન્ય ફિલ્મ કુરબાનીની શુટિંગની તૈયારી શરૂ કરી દીધી. આ દરમિયાન તેણે તેના લુક્સમાં થોડાક બદલાવ કર્યા તેમા ખાસ કરીને તેણે તેની હેરસ્ટાઇલ ચેન્જ કરી લીધી.


અભિનેતા અનુસાર, જેવો તેને તેના નવા લુક વોટ્સએપ પર ડીપી તેમજ સ્ટેટસમાં અપલોડ કર્યું તરત જ વેયિલના પ્રોડ્યુસર ભડકી ગયા તેમણે ન માત્ર શેન માટે ખરાબ કહેવાનું શરૂ કર્યું પરંતુ તેની કારકિર્દી પર ખરાબ અસર પાડવાની પણ વાતો કરવા લાગ્યા. તેમણે સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાની તસવીરને ખરાબ કરવાની વાત કહી. તે બાદ પ્રોડ્યુસરને જીવથી મારી નાખવાની પણ ધમકી આપી. આ બાબતે શેને એક ફરિયાદ પણ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે શેન નિગમ એક સ્ટારકિડ છે. તેના પિતા સ્વ. અભિ નિગમ પણ એક મલયાલી અભિનેતા હતા.