ડ્રગ્સ રેકેટ મામલે બોલિવૂડ અભિનેત્રીની પ્રોપર્ટી જપ્ત કરવાનો કોર્ટનો આદેશ
કૉર્ટે મમતા કુલકર્ણી અને વિકી ગોસ્વામીને ભાગેડું જાહેર કર્યા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે મમતા અને વિકી અત્યારે કેન્યામાં રહે છે. ફરિયાદી પક્ષે કહ્યું હતું કે મમતા અને વિકી ગોસ્વામીને ભાગેડું જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરવાની મંજુરી માંગી હતી.
નાર્કો ડ્રગ અને નશીલા પદાર્થ(એનડીપીએસ) અદાલતનાં ન્યાયાધિશ એચ.એમ. પટવર્ધન દ્વારા આદેશ અપાયા પછી સરકારી વકીલ શિશિર હિરાયે કહ્યું કે, “હવે પોલીસે 30 દિવસની અંદર કાર્યવાહી રિપોર્ટ જમા કરાવવો પડશે. પોલીસને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાની અને વૉરંટ મોકલવાની સત્તા આપવામાં આવી છે.”
ગત વર્ષે થાણે પોલીસે સોલાપુરમાં એવન લાઇફસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પર દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસે અંદાજે 18.5 ટન ડફેડ્રિન ઝડપ્યું હતું. જેની કિંમત 2000 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી હતી.
નવી દિલ્હી વર્ષ 2016ના ટ્રગ કેસમાં ઠાણેની એનડીપીએસ કોર્ટે બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણીની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. પીટીઆઈના અહેવાલ અનુસાર સુનાવણી માટે કોર્ટમાં બીજી વખત પણ હાજર ન રહ્યા બાદ સ્પેશિયલ કોર્ટના જજ એચએમ પટવર્ધને વિતેલા સપ્તાહે મુંબઈના અલગ અલગ વિસ્તારમાં કુલકર્ણીના ત્રણ આલીશાન ફ્લેટને જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ફ્લેટની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા જેટલી બતાવવામાં આવી રહી છે.