મુંબઇઃ એકતા કપૂરની પાછળ સતત ઘૂમતા રહેલા 32 વર્ષના એક યુવાનની મુંબઇ પોલીસે ધરપકડ કરી હતી. 32 વર્ષનો એક વ્યક્તિ અનેક મહિનાથી તેનો પીછો કરતો હતો. પોલીસના કહેવા મુજબ 30થી વધારે વખત આ વ્યક્તિ એકતાને મંદિર અને જીમ જતી વખતે રોકી ચુક્યો હતો.


એકતાએ એને સતત ચેતવ્યો હતો કે મારો પીછો કરવાનું છોડી દે પરંતુ એ માન્યો નહોતો એમ પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું. આરોપીની ઓળખ સુધીર રાજિન્દર સિંહ તરીકે થઈ છે અને તે હરિયાણાનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુધીર એકતા સાથે દોસ્તી બાંધીને એકતાની કંપનીમાં નોકરી મેળવવા માગતો હતો.

તેણે એકતાના ડેઇલી પ્રોગ્રામ્સનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ એકતા મંદિરે કે જીમમાં જવા નીકળે ત્યારે એનો પીછો કરતો  હતો. એક  વખત તો એણે મંદિરમાં એકતાની નિકટ જઇને એની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. એકતાના બોડીગાર્ડ એને અટકાવ્યો હતો.લગભગ ત્રીસ વખત એને પીછો કરતાં જોયા બાદ એકતાએ પોલીસની મદદ માગી હતી.

આ યુવાન એક પ્રાઇવેટ ટેક્સી કંપની સાથે સંકળાયેલો હતો. પોલીસે કહ્યું કે એને એકતાના નિવાસસ્થાન અને ઑફિસ વગેરેની માહિતી ક્યાંથી મળી એની તપાસ અમે કરી રહ્યા છીએ.

દીપિકા-રણવીર લગ્ન પછીની પ્રથમ હોળી સાથે નહીં મનાવે, આ છે કારણ

લોકસભા ચૂંટણીઃ આ મહિલા ઈન્કમટેક્સ કમિશ્નરે નોકરી છોડી પક્ડયો કોંગ્રેસનો હાથ, જાણો કોણ છે