અધિકારીએ જણાવ્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ અંતર્ગત દાખલ કરવામાં આવેલા મામલાની સુનાવણી કરનાર કોર્ટે નીરવ મોદીની પત્ની એમી મોદીના પણ બિન-શરતી વોરન્ટ જાહેર કર્યા છે. ઈડીએ પીએનબી કૌભાંડમાં તેની ભૂમિકાને રેખાંકિત કરતા હાલમાં જ એક આરોપપત્ર દાખલ કર્યું હતું.
ઈડી અને ઈનકમટેક્સ વિભાગ નીરવ મોદીની 173 પેન્ટિંગ અને રોલ્સ રૉયસ, પોર્શ, મર્સિડીઝ અને ટોયોટા ફોચર્યૂનર જેવા 11 વાહનોની લીલામી કરશે. પેન્ટિંગની કિંમત 57.72 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે પેન્ટિંગ અને ગાડીઓની હરાજીની રકમ સરકારી ખજામાં જમાં કરવામાં આવશે.
લંડનની કોર્ટે PNB કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી ફગાવી, 29 માર્ચ સુધી જેલમાં રહેવું પડશે
નીરવ મોદીની ધરપકડ બાદ ભારત સરકાર બ્રિટન પાસેથી પ્રત્યાર્પણનો પ્રયાસ કરશે. સૂત્રોના મતે હવે સીબીઆઇ અને ઇડીની ટીમો લંડન જવા રવાના થશે. નીરવ મોદી મામલે ઇડી અને સીબીઆઇની ટીમ સતત યુકે ઓથોરિટી અને ભારતીય હાઇકમિશનના સંપર્કમાં છે.