Man Showing Magic Trick To Monkey: એવું ભાગ્યે જ જોવા મળે છે કે કોઈ જાદૂગર પોતાની જાદુઈ ટ્રીક બતાવવા માટે દર્શક તરીકે વાંદરાને પસંદ કરે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક માણસ પ્રાણી સંગ્રહાલયમાં જાય છે અને પોતાની જાદુઈ ટ્રીક બતાવવા માટે વાંદરાને દર્શક તરીકે પસંદ કરે છે.

Continues below advertisement


વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવક પ્રાણી સંગ્રહાલયમાં વાંદરાને જાદૂ બતાવતો જોઈ શકાય છે. તમને એ જોઈને પણ નવાઈ લાગશે કે, વાંદરો એ માણસની જાદુઈ ટ્રીકને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છે. જ્યારે માણસ તેની યુક્તિ બતાવે છે, ત્યારે આ વાંદરાને આખી વાત સમજવામાં થોડો સમય લાગે છે અને પછી તે આવી ફની પ્રતિક્રિયા આપે છે જેને જોઈને લોકો હસી પડ્યા હતા.


વાંદરાનું રિએક્શન જોઈ બધા હસી પડ્યા


યુવકનો જાદુ બતાવવું એ આ વીડિયોનું મુખ્ય આકર્ષણ નથી, પરંતુ આ જાદુઈ ટ્રિક જોયા પછી વાંદરાએ જે પ્રતિક્રિયા આપી તે જ મુખ્ય આકર્ષણ છે. વાંદરાના આ મિલિયન ડોલરના રિએક્શન પર યુઝર્સ તેમના દિલ લૂટાવી રહ્યા છે અને પોતાને હસવાથી રોકી શકતા નથી. આ ફની વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 12 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.