મુંબઈઃ મંદિરા બેદી પોતાના લુકને કારણે હંમશા ચર્ચામાં રહે છે. તે ટીવી પર લોકપ્રિય ચહેરો છે. પોતાની પ્રથમ સીરિયલ શાંતિથી લઈને ક્યોંકિ સાસ ભી કભી બહૂ સુધી તેણે શાનદાર અભિયન કર્યો અને દિલવાલે દુલહનિયા લે જાએંગે અને આ વર્ષે તાશકંદ ફાઈલ્સ અને સાહુ સુધી તેણે લાંબી સફર પસાર કરી છે.

મંદિરા બેદીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાની કારકિર્દી અને પર્સનલ લાઇફ પર વાતચીત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે કારકિર્દીનાં કારણે તે 12 વર્ષ સુધી મા બનવા નહોતી ઇચ્છતી. મંદિરા બેદીએ જણાવ્યું કે, “મારા 20નાં દાયકામાં હું મનોરંજનની દુનિયામાં મારા માટે જગ્યા બનાવી રહી હતી. 30નાં દાયકામાં મને અસુરક્ષાની ભાવના હતી અને 40નું દશક મને અત્યાર સુધીનું સૌથી સારું લાગી રહ્યું. મને ખુદથી પ્રેમ છે.”


મંદિરા બેદીએ જણાવ્યું કે, “મનોરંજનની દુનિયામાં મહિલાઓની લાંબી કારકિર્દી નથી. મને લાગે છે મારું કામ કરવાનું ક્યારેય પણ રોકાઇ શકે છે. ફિલ્મ અને ટીવી પર પોતાનાથી વધારે કામ કરનારા એક્ટરને જોઇને મારામાં અસુરક્ષાની ભાવના થાય છે.” મંદિરા બેદીએ 1999માં ડાયરેક્ટર રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નનાં 12 વર્ષ પછી મંદિરાએ બાળકને જન્મ આપ્યો. આના પર જ્યારે તેમને પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, “મે 2011માં દીકરાને જન્મ આપ્યો એટલે કે હું જ્યારે 39 વર્ષની હતી. મારા કૉન્ટ્રાક્ટ્સે મને પ્રેગ્નેન્ટ ના થવા દીધી. મને ડર હતો કે જો હું પ્રેગ્નેંટ થઈ ગઇ તો મારી કારકિર્દી ખત્મ થઈ જશે.”

તેણે વધુમાં કહ્યું કે, “મનોરંજનની દુનિયા ઘણી ખરાબ છે. હું મારા પતિની પરવાનગી વગર આવુ ના કરી શકું. મારા પતિનાં કારણે જ અમારા લગ્ન સફળ થઇ શક્યા.”