નવી દિલ્હીઃ સ્ટાર પ્લસનો ધમાકેદાર શોન નચ બલિઅ 9 દર સપ્તાહે ટીવી પર કંઈને કંઈ નવી ધમાલ જરૂર મચાવે છે. આ શોની લગભગ દરેક જોડી મહેનત કરીને એક બીજાને પછાડવામાં લાગ્યા છે. પરંતુ હાલમાં જ શો સાથે જોડાયેલ એક સમાચાર આવ્યાછે કે પૂજા બેનર્જી અને સંદીપ સેજવાલની સાથે રિહર્સલ દરમિયાન દુર્ઘટના ઘટી જેમાં પૂજા બેનર્જી ઈજાગ્રસ્ત થઈ છે. ઈજા એટલી ગંભીર છે કે પૂજા બેનર્જી અને સંદીપ સેજવાલે શો અધવચ્ચે જ છોડીને જેવું પડી શકે છે.

પૂજા નચ બલિયે માટે રિહર્સલ કરી રહી હતી, આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને એટલી ગંભીર ઈજા પહોંચી કે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડી, જ્યાં તેને પ્લાસ્ટર લગાવવામાં આવ્યો. ઈજાના કારણે પૂજા હવે શોમાં પર્ફોર્મન્સ નહીં કરી શકે.

તેનો એક ફોટો વાયરલ થયો છે, જેમાં તે હોસ્પિટલના બેડ પર ઊંઘી છે અને તેના ડાબા પગ અને ડાબા-જમણા હાથમાં પ્લાસ્ટર બાંધેલું છે. આ ફોટો પરથી જ કહી શકાય કે તેને કેટલી પીડા થતી હશે. જેના કારણે તેણે અને તેના પતિએ શો છોડવાનો નિર્ણય લીધો છે.



પૂજા બેનર્જીના પતિ સંદીપે સેજવાલે શોને છોડવાની વાતને કન્ફર્મ કરતાં કહ્યું કે, ‘અમારા ડાન્સ એક્ટમાં પૂજાને મારા શોલ્ડર પર ઊભા રહીને પાછળ તરફ પડવાનું હતુ અને અમારો કોરિયોગ્રાફર તેને પાછળથી પકડવાનો હતો. પરંતુ આ દરમિયાન પૂજાનો પગ સ્લીપ થઈ ગયો અને બેલેન્સ ગુમાવી દેતા તે લગભગ 10 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડી ગઈ’.

વધુમાં સંદીપે કહ્યું કે, ‘પૂજાને જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર થઈ ગયું છે, જ્યારે ડાબા હાથની કોણીમાં પણ વાગ્યું છે. પૂજાને પગમાં પણ વાગ્યું છે. પૂજાની હાલ સારવાર ચાલી રહી છે. સર્જરી કરતાં પહેલા ડોક્ટર તેને સોજો ઓછો થઈ જાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. તેણે ઓછામાં ઓછું એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેવું પડશે’.