નવી દિલ્હીઃ પહેલી ટી20 મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ, હવે ભારત અને સાઉથ આફ્રિકા સામે બીજી ટી20 મેચ મોહાલીના મેદાનમાં રમાવવાની છે. જોકે, આ મેચમાં પણ બન્ને ટીમોને વરસાદનો ડર સતાવી રહ્યો છે, પણ મેચ પહેલા હવામાનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે, વાંચો વરસાદ પડશે કે નહીં....

એક્યૂ વેધર વેબસાઇટ પરથી મળેલી માહિતી પ્રમાણે ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મોહાલીમાં રમાનારી બીજી ટી20 મેચમાં વરસાદ વિલન બનવાની સંભાવના ખુબ ઓછી છે, પણ ખેલાડીઓને ધૂમ્મસ જરૂર પરેશાન કરી શકે છે.



એક્યૂ વેધર વેબસાઇટ અનુસાર આજે આખા દિવસે મોહાલીનું તાપમાન 30 ડિગ્રી સુધી રહેવાની આશા છે. જોકે આકાશમાં છુટાછવાયા વાદળો છવાયેલા રહેશે.



સંભવિત ટીમો.....
ભારતઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપકેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, રાહુલ ચાહર, ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સૈની.

દક્ષિણ આફ્રિકાઃ- ક્વિન્ટૉન ડીકૉક (કેપ્ટન), રાસી વાન ડેર ડૂસેન, ટેમ્બા બાવુમા, જૂનિયર ડાલા, બ્યૉર્ન ફૉટ્યૂઇન, બેયુરાન હેડ્રિક્સ, રિઝા હેડ્રિક્સ, ડેવિડ મિલર, એનરિક નૉર્ત્ર્ઝે, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટૉરિયસ, કગીસો રબાડા, તબરેજ શમ્સી, જ્યોર્જ લિન્ડે.