હેમંત સોરેન 28 ડિસેમ્બરના રોજ લઇ શકે મુખ્યમંત્રી પદના શપથ
abpasmita.in | 23 Dec 2019 11:21 PM (IST)
આવતીકાલે સવારે 11 વાગ્યે જેએમએમ ધારાસભ્ય દળની બેઠક થશે. જેમાં ઔપચારિક રીતે હેમંત સોરેનને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવી શકે છે.
રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા હતા. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 30 બેઠકો જીતનારી ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેન 28 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી પદના શપથ લઇ શકે છે. સૂત્રોના મતે ગઠબંધનની આ સરકારમાં નાયબ મુખ્યમંત્રી કોગ્રેસનો હોઇ શકે છે. જેએમએમ-કોગ્રેસ અને આરજેડીના ગઠબંધને રાજ્યમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવતીકાલે સવારે 11 વાગ્યે જેએમએમ ધારાસભ્ય દળની બેઠક થશે. જેમાં ઔપચારિક રીતે હેમંત સોરેનને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવી શકે છે. ભાજપને આ ચૂંટણીમાં 25 બેઠક મળી હતી. JMM 30 અને કોંગ્રેસ 16 બેઠક જીત્યા હતા. ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક)ની 3, AJSUની 2 બેઠક પર જીત હતી. આ ઉપરાંત આરજેડી, એનસીપી, સીપીઆઈ(એમ)ને 1-1 બેઠક મળી હતી. અપક્ષનો 2 બેઠક પર વિજય થયો હતો.