વિચિત્ર ડ્રેસ અને હેર સ્ટાઇલના કારણે Troll થઈ બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, યૂઝર્સે કરી ચુડેલ સાથે સરખામણી
abpasmita.in | 07 May 2019 04:41 PM (IST)
ન્યૂયોર્કમાં દર વર્ષે 'મેટ ગાલા' નામની અત્યંત હાઈપ્રોફાઈલ અને અતિશય વિચિત્ર આઉટફિટના મેળાવડા જેવી ઈવેન્ટ યોજાય છે. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ સળંગ ત્રીજા વર્ષે હાજરી આપી છે.
નવી દિલ્હીઃ ન્યૂયોર્કમાં દર વર્ષે 'મેટ ગાલા' નામની અત્યંત હાઈપ્રોફાઈલ અને અતિશય વિચિત્ર આઉટફિટના મેળાવડા જેવી ઈવેન્ટ યોજાય છે. આ વખતની ઈવેન્ટ સોમવારે સાંજે યોજાઈ ત્યારે તેમાં સામેલ બે ભારતીય અભિનેત્રીઓના લુક સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયા છે. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ સળંગ ત્રીજા વર્ષે હાજરી આપી છે. પતિ નિક જોનસ સાથે આવેલી પ્રિયંકા ચોપરાના બોલ્ડ મેકઅપ અને વિચિત્ર હેરસ્ટાઈલને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. પ્રિયંકાએ ફેશન બ્રાન્ડ 'ડિઓર'નું ગાઉન પહેર્યું હતું. તેનો આ લુક હાલ વાયરલ થયો છે. કેટલાક યૂઝર્સને પ્રિયંકાનો બોલ્ડ લૂક ગમ્યો છે તો કેટલાક મજાક ઉડાવી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું કે પ્રિયંકા ચોપડાનો આ લુક ઘણો ડરામણો છે. તે ચુડેલથી ઓછી નથી લાગતી. અન્ય એક યૂઝર્સે લખ્યું કે પ્રિયંકા ભારતથી તો માણસના રૂપમાં ગઈ હતી, ત્યાં જઈને શું થઈ ગયું ?