પતિ નિક જોનસ સાથે આવેલી પ્રિયંકા ચોપરાના બોલ્ડ મેકઅપ અને વિચિત્ર હેરસ્ટાઈલને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. પ્રિયંકાએ ફેશન બ્રાન્ડ 'ડિઓર'નું ગાઉન પહેર્યું હતું. તેનો આ લુક હાલ વાયરલ થયો છે. કેટલાક યૂઝર્સે પ્રિયંકાના બોલ્ડ લૂકની મજાક ઉડાવી હતી અને તેના વાળની તુલના વિરપ્પનની મૂછો સાથે કરી હતી.
અમુક યુઝર્સે પ્રિયંકા ચોપડાના વાળને શ્રીલંકાના બોલર લસિથ મલિંગાની હેર સ્ટાઇલ જેવી ગણાવી છે.
પ્રિયંકાના વર્ષ 2018 અને 2019ના લુકની તુલના કરીને ફેન્સ એક્ટ્રેસના વાળને લગ્ન પછીની સાઇડ ઇફેક્ટ કહી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર યૂઝરે લખ્યું કે પ્રિયંકાએ શ્રીદેવીની ચાલબાઝ જોઈને તેનો લુક ફાઇનલ કર્યો છે.
પ્રિયંકાના નવા લુકને આધાર કાર્ડનો ફોટો અને જૂની તસવીરને ફેસબુકનો પ્રોફાઇલ ફોટો ગણાવી મજાક ઉડાવામાં આવી રહી છે.
એક યુઝર્સે તાજેતરમાં જ ત્રાટકેલા ફોની વાવાઝોડાના કારણે પ્રિયંકાના વાળની આવી હાલત થઇ હોવાની મજાક કરતું ટ્વિટ કર્યું હતું.
Met Gala 2019: ઈશા અંબાણીનો જોવા મળ્યો Royal અંદાજ, જુઓ તસવીરો
વિચિત્ર ડ્રેસ અને હેર સ્ટાઇલના કારણે Troll થઈ બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, યૂઝર્સે કરી ચુડેલ સાથે સરખામણી