નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ભારતીય માર્કેટમાં Wagon R હેચબેક પર નવી 7 સીટર MPV લાવવાની તૈયારીમાં છે. નવી મારુતિ વેગન આર-7 સીટરનું વેચાણ ભારતમાં જૂન મહિનાથી શરૂ થઈ શકે છે. કંપની આ કારને અને ફીચર્સ ને ઇક્વિપમેન્ટ્સ સાથે પ્રીમિયર કાર તરીકે ઉતારવા માંગે છે. આ માટે નેક્સા ડીલરશિપ દ્વારા કારનું વેચાણ કરવામાં આવશે.


રિપોર્ટ્સ પ્રમાણે નવી મારુતિ વેગન આરનું વેચાણ જૂના મોડલની તુલનામાં ઘટ્યું છે. તેથી નવી વેગન આર 7 સીટર એમપીવી ઉતારવાથી વેચાણમાં વધારો થશે તેમ કંપનીનું માનવું છે.

નવી વેગન આર 7 સીટર એમપીવીમાં 1.2 લીટર પેટ્રોલ અન્જિન આપવામાં આવી શકે છે. કંપની દ્વારા કારની કિંમતને લઇ હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

દુર્યોધન કોણ અને અર્જુન કોણ 23 મેના રોજ જનતા નક્કી કરશે, પ્રિયંકાના નિવેદન પર અમિત શાહનો પલટવાર

પ્રિયંકા ગાંધીએ કવિ દિનકરની પંક્તિ ટાંકીને PM મોદી પર શું કર્યો પ્રહાર, જુઓ વીડિયો

Met Gala 2019: ઈશા અંબાણીનો જોવા મળ્યો Royal અંદાજ, જુઓ તસવીરો