#MeToo: ડાયરેક્ટર મને વારંવાર કિસ કરવા અને ટચ કરવાનો પ્રયત્ન કરતો હતો.....
એલનાઝ વધુમાં જણાવ્યું કે થોડા દિવસ પછી વર્સોવા બીચ પર મારું ઓડીશન લેવામાં આવ્યું. વિપુલે મને કહ્યું કે તેઓ જે ફિલ્મ માટે ઈચ્છે છે તે તેમના માટે આ ઓછું છે અને મારે વિપુલને તેની ઓફિસમાં પાછું મળવું પડશે. સાથે સાથે વિપુલે એવું પણ કહ્યું કે આપણે જલ્દી પેપર સાઈન કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બદ ફરી એક વખત મારું ઓડિશન લેવામાં આવ્યું. ત્યારે તેણે મને ખોટી રીતે ટચ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ હું અન્ય કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટને કારણે દેશ છોડીને ચાલી ગઈ. જ્યારે હું પરત ફરી તો વિપુલ મારું ફરીથી ઓડિશન લેવા માટે પટિયાલા બોલાવી અને તેણે ફરી મને ખોટી રીતે ટચ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને બાદમાં અંત સુધી તેણે મને સાઈન ન કીર અને મને ત્રણ મહિના સુધી ટોર્ચર કરતો રહ્યો.
મુંબઈઃ #MeToo કેમ્પેઈનમાં અત્યાર સુધી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના અનેક દિગ્ગજો પર જાતીય શોષણના આરોપ લાગી ચૂક્યા છે. આ યાદીમાં હવે વિપુલ શાહનું નામ પણ સામે આવ્યું છે. ઈરાની એક્ટ્રેસ અને મોડલ એલનાઝ નોરૌઝીએ ડાયરેક્ટર વિપુલ શાહ પર માનસિક સતામણી અને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.
એલનાઝે આગળ જણાવ્યું કે, જ્યારે મારું ફરી ઓડિશન લેવામાં આવ્યો તો તેણે મને એવો અનુભવ કરાવ્યો કે હું ખરાબ એક્ટ્રેસ છું. ત્યાર બાદ મને લાગ્યું કે તે મને કોઈ અન્ય ઉદ્દેશથી ઓફિસે બોલાવતો હતો. બાદમાં જ્યારે અમે ફરી મળ્યા તો તેણ મને કિસ કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તે મને કિસ કરવા આવ્યો તો મેં તેને ધક્કો માર્યો અને મારી માફી પણ ન માગી.
પિંકવિલા પોર્ટલમાં આવેલા અહેવાલ પ્રમાણે, એલનાઝ કહ્યું કે મને પણ નમસ્તે ઇંગ્લેન્ડ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. નમસ્તે ઇંગ્લેન્ડના પ્રી-પ્રોડક્શનના દરમિયાન હું વિપુલને મળી હતી. મારા મેનેજરે જણાવ્યું હતું કે હું ફિલ્મમાં સેકન્ડ લીડ લેવામાં આવશે. આ રોલ સૌ પ્રથમ જેકલીન ફર્નાન્ડીઝને ઓફર કરાયો હતો. જ્યારે હું વિપુલને મળી ત્યારે તેણે મને કહ્યું કે જો મને આ ફિલ્મમાં મૂકવામાં આવે તો મને એક લૂક ટેસ્ટ આપવો પડશે અને કેટલાક કાગળો પર સહી કરવી પડશે. તે સમય મેં ઓડિશન પણ ન હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -