#MeToo: બોલીવુડના જાણીતા ડાયરેક્ટર પર લાગ્યો યૌન શોષણનો આરોપ, જાણો વિગતે
એક વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યૂમાં પીડિતાએ કહ્યું, તેણે હિરાનીને આવી હરકતો ન કરવા અને સામાન્ય વ્યવહાર કરવા સમજાવ્યો હતો. મારા પિતા એક અસાધારણ બીમારીથી પીડાતા હોવાથી હું તેની હરકતો સહન કરતી રહી. પિતાની બીમારીના કારણે મારે નોકરીની ખાસ જરૂર હતી. મારી નોકરી જતી રહે અને કામ પર સવાલ ઉઠાવવામાં આવે તેમ હું ઈચ્છતી નહોતી. મારી નોકરી બચાવવા માટે હું બધું સહન કરતી રહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કહેવું છે કે, ફિલ્મ સંજૂના પોસ્ટ પ્રોડ્કશન દરમિયાન હિરાનીએ મારું શોષણ કર્યું હતું. હિરાનીએ આરોપો પાયા વિહોણા ગણાવ્યા છે. તેણે આરોપો ફગાવી તપાસ માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.
અહેવાલ મુજબ પીડિતાએ રાજુ હિરાનીની ફરિયાદ સંજૂના કો-પ્રોડ્યૂસર વિધુ વિનોદ ચોપડાને કરી હતી. પીડિતાએ પોતાના થયેલા શોષણની માહિતી વિધુ વિનોદ ચોપડાને ઈ મેલ દ્વારા કરી હતી.
નવી દિલ્હીઃ ભારતમાં મીટુની યાદીમાં વધુ એક નામ સામેલ થયું છે. બોલીવુડના જાણીતા ડાયરેક્ટર રાજકુમાર હિરાની પર એક મહિલાએ આ અંતર્ગત આરોપ લગાવ્યો છે. અહેવાલ મુજબ હિરાની પર સંજૂ ફિલ્મમાં તેની આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહેલી મહિલાએ સેક્શુઅલ હેરસમેન્ટનો આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -