#MeToo: લારા દત્તાએ ‘હાઉસફુલ’ના શૂટિંગ દરમિયાન સાજિદ ખાનની કરી હતી ફરિયાદ, મહેશ ભૂપતિએ કર્યો ખુલાસો
ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિએ આ સમયે તેની પત્નીને કહ્યું હતું કે, “તમે ચારેય પણ સાજિદના આચરણમાં ભાગીદાર છો. કારણકે તમે તેની વાતનો વિરોધ નથી કરતા. બરખા દત્તના એક કાર્યક્રમમાં ભૂપતિએ આ વાત કરી હતી.”
મહેશે કહ્યું કે, જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને તે સમયે હાઉસફુલનુ શૂટિંગ કરતી હતી. આ સમયે અમે લંડનમાં હતા. તે અને તેની નજીકની મિત્ર એ વાતની ફરિયાદ કરતા હતા કે તેમની એક સહ કલાકાર સાથે નિર્દેશક સાજિદ ખાન ખરાબ અને અશ્લીલ વ્યવહાર કરતો હતો.
નવી દિલ્હીઃ ભારતના જાણીતા ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિએ કહ્યું છે કે તેની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ લારા દત્તાએ તેને નિર્દેશક સાજિદ ખાનના ખરાબ અને અભદ્ર વ્યવહાર અંગે ફરિયાદ કરી હતી. ભૂપતિએ કહ્યું કે, તેની પત્નીએ લગ્ન પહેલાં જણાવ્યું હતું કે ખાન દત્તાની એક સલાહકારની સાથે સારો વ્યવહાર કરતો નહોતો.
સાજિદ ખાનના નિર્દેશનમાં 2010માં બનેલી ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, દીપિકા પાદુકોણ, જિયા ખાન અને અર્જુન રામપાલ હતા.