અમદાવાદની યુવતીએ બોલીવુડની કઈ હસ્તી સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ કર્યો? જાણો શું બન્યું હતું?
આ મામલે પિયૂષ મિશ્રઆએ પીટીઆઈ સાથે વાતચીત કરતાં કહ્યું કે, મને આ ઘટના યાદ નથી, કારણ કે હું દારૂના નશામાં હતો, પરંતુ તેમ છતાં મારા શબ્દોથી કે હરકતોથી મહિલાને અસ્વસ્થતાનો અનુભવ થયો હોય તો હું તેના માટે માફી માગું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ એક અખબારની પૂર્વ મહિલા કર્મચારીએ પીયૂષ મિશ્રા પર એક પાર્ટી દરમિયાન સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે જેના પર લેખક-નિર્દેશકે કહ્યું કે, તે કદાચ નશામાં હતા અને તેના કારણે મહિલાને અસ્વસ્થતાનો અનુભવ થયો હોય તો હું માફી માગું છું.
કેતકી જોશીએ કહ્યું કે, વર્ષ 2014માં મારા એક મિત્રે પોતાના ઘરે નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં તે (પિયુષ મિશ્રા) મુખ્ય મહેમાન હતા. પિયુષ મિશ્રાની ફેન હોવાથી હું તેમને વ્યક્તિગત રીતે મળવા અને સાંભળવા બહુ જ ઉત્સુક હતી. તેમણે મને જોઈ અને નજીક બોલાવીને મારું નામ પૂછ્યું તેમજ હું શું કરું છું એ પણ પૂછ્યું અને પછી પોતાની બાજુમાં બેસવા કહ્યું.
એ વખતે ત્યાં 20-25 લોકો હાજર હતાં. પિયુષે પછી તો મારી સાથે લાઈટ ફ્લર્ટિંગ કરતાં હોય તેમ મારી આંખોમાં તાકીને ગીતો ગાયા. ત્યાં સુધી બધું બરાબર હતું. એ દરમિયાન પિયુષ સતત શરાબ પી રહ્યા હતા અને કાર્યક્રમ પૂરો થવા સુધીમાં તેમણે ખાસ્સુ એવું ઢીંચી લીધેલું. હું એક અંગત મિત્રની સાથે આવી હોવાથી મારે પણ તેમની સાથે ઘરે પરત જવાનું હતું. મારો મિત્ર અન્યને મળીને પરવારે તેની રાહ હું જોઈ રહી હતી. એ વખતે પિયુષ મિશ્રા ખુરશીમાં બેઠા હતા. હું તેમની પાસેથી પસાર થઈ ત્યારે તેમણે મારો હાથ પકડી લીધો અને મારા હાથના પંજા પર પોતાની આંગળીઓ ઘસવા લાગ્યા. મને એ અણછાજતું લાગ્યું એટલે મેં યજમાન બહેનની સામે સુચક નજરે જોયું. તેઓ તરત સમજી ગયા અને મને કહ્યું, 'અરે કેતકી, ટેરેસ પરથી પેલી વસ્તુ લાવવામાં મને મદદ કર ને...!' એટલે તરત હું મારો હાથ છોડાવીને ધાબા પર કોઈ ચીજ લેવા જતી રહી.
હું ટેરેસ પર જઈ રહી હતી એ વખતે ફરીથી તેમણે મારો હાથ પકડ્યો અને ફરીથી આંગળીઓ ઘસવા માંડી. ઘડીભર તો હું કોઈક આવે અને તેમને લઈ જાય તેની રાહ જોતી રહી. ત્યાં અચાનક તેઓ ઊભા થયા અને મારી તરફ આગળ વધ્યા. મને સમજાઈ ગયું કે એ મને ભેટવા માટે જ આગળ વધ્યા છે એટલે મેં બહુ કડકાઈભર્યા અને જરા ઊંચા અવાજે કહી દીધું, 'આપ પ્લિઝ, બૈઠ જાઈએ...' એ સાંભળીને બીજાનું ય ધ્યાન ખેંચાયું અને એ સૌએ ત્યાં આવીને દરમિયાનગીરી કરી ત્યારે મને હાશ થઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -