#MeToo : વધુ એક એક્ટ્રેસનો ખુલાસો, ડિરેક્ટરે કહ્યું સ્કર્ટ ઉંચુ કરી.....
ઉલ્લેખનીય છે કે #MeToo કેમ્પેઈનમાં ઘણી દિગ્ગજ હસ્તીઓના નામ સામે આવી ચૂક્યા છે, જેમાં કેંદ્રીય મંત્રી એમજે અકબર,નાના પાટેકર, ડાયરેક્ટર વિકાસ બહલ, પત્રકાર વિનોદ દુઆ, સાજિદ ખાન, આલોક નાથ, કૈલાશ ખેર સહિતના લોકો પર યૌનશોષણનો આરોપ લાગી ચૂક્યો છે.
પાયલ રોહતગીએ જણાવ્યું કે ઓડિશન દરમિયાન તેને સ્કર્ટ ઉપર કરીને પેટ દેખાડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ હું ડરી ગઈ હતી જેના કારણે મે ફરિયાદ નહોતી કરી. પાયલ રોહતગીએ કહ્યું, હવે મીટૂના કારણે મને આશા છે કે કંઈક અલગ થશે. મને નથી ખબર કે યશરાજ ફિલ્મ સાથે ઉભુ રહેશે કે નહી, યશરાજ ફિલ્મ દિબાકર વિશે બધુ જાણે છે.
મુંબઈ: #MeToo અભિયાનના કારણે અત્યાર સુધીમાં બોલીવૂડના ઘણા દિગ્ગજ લોકોના નામ સામે આવ્યા છે. ત્યારે બોલીવૂડના જાણીતા ડીરેક્ટર દિબાકર બેનર્જીનું નામ સામે આવ્યું છે. બોલીવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ તેના પર યૌનશોષણનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર પર આરોપ લગાવ્યા બાદ મહિલાઓ પોતાની સાથે થયેલા યૌનશોષણની વાત ખુલીને બોલી રહી છે.
એક્ટ્રેસ પાયલ રોહતગીનું કહેવું છે કે વર્ષ 2011માં તે શંઘાઈ ફિલ્મનું ઓડિશન આપવા માટે ગઈ હતી. આ દરમિયાન ડિરેક્ટર દિબાકર બેનર્જીએ રોલ આપવાની વાત કરી તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હતી.