ધોની વ્હીલચેર પર હોય તો પણ હું તેને ટીમમાં સામેલ કરૂ, જાણો ક્યાં દિગ્ગજ બેટ્સમેને આપ્યું નિવેદન
નવી દિલ્હી: ક્રિકેટની દુનિયામાં મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા સાઉથ આફ્રીકાના પૂર્વ બેટ્સમેન એબી ડિવિલિયર્સે એમએસ ધોનીના ક્રિકેટ કરિયરને લઈને એક નિવેદન આપ્યું છે. ડિવિલિયર્સને જ્યારે પૂછવામાં આવ્યું કે શું મહેંદ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લેવી જોઈએ? ત્યારે તણે કહ્યું, શું તમે મજાક કરી રહ્યા છો?
ધોનીએ ઘણીવાર મધ્યક્રમમાં આવી ટીમને સંકટમાંથી બહાર કરી છે. પોતાની કેપ્ટનશીપ દરમિયાન ધોની ભારતીય બેટીંગ લાઈનઅપનો પ્રમુખ સ્તંભ રહ્યો છે. 2017માં ધોનીએ અચાનક કેપ્ટનશીપ કેપ વિરાટ કોહલીને પહેરાવી દિધી. ધોનીએ છેલ્લી નવ મેચમાં 156 રન બનાવ્યા છે. 2018 એશિયા કપમાં પણ ધોની પોતાનો જૂનો રંગ ન દેખાડી શક્યો. ધોની પોતાના ફોર્મના કારણે 2019 વર્લ્ડ કપમાં રમવાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.
ડિવિલિયર્સે કહ્યું, તમે પહેલા ધોનીના રેકોર્ડ તરફ જુઓ. શું આવા ખેલાડીને ટીમમાંથી ડ્રોપ કરી શકાય? હું તો ક્યારેય તેને ડ્રોપ નહી કરીશ.