Metoo: ટીવી એક્ટ્રેસ સોનલ વેંગુરલેકરે કાસ્ટિંગ ડાયરેક્ટર પર લગાવ્યો જાતીય શોષણનો આરોપ
ઉલ્લેખનીય છે કે 2012માં સોનલે કસ્તૂરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને અન્ય એક મોડલ અને તેની માતાએ પણ નિવેદન નોંધાવ્યા હતા. આ ઘટના વિશે રાજા બઝાઝે કહ્યું, સોનલ 7 માર્ચના મારા ઘરે આવી હતી અને તેણે પૈસાની માંગ કરી હતી. તેણે 3 લાખ રૂપિયાની માંગ કરી હતી પરંતુ અમે તેની માંગ ફગાવી હતી કારણ કે અમને ખબર હતી કે અમે કોઈ ભૂલ નથી કરી. રાજા બઝાઝની પુત્રી શીના બઝાઝ અને પત્નીએ પણ સોનલના આરોપોને ખોટા ગણાવતા સોનલને બ્લેકમેલર ગણાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનલે જણાવ્યું કે તેના હાથમાં એક ક્રીમની બોટલ હતી અને તેણે કપડા પહેરવા પહેલા તે ક્રીમ બ્રેસ્ટ પર લગાવવાનું કહ્યું જેનાથી બ્રેસ્ટ પ્રોપર શેપમાં રહે. ત્યારબાદ તેઓ મારી નઝીક આવ્યા અને બળજબરીથી મારી છાતી પર ક્રિમ લગાવવા લાગ્યા હતા. હું તેનાથી ડરી ગઈ અને ત્યાંથી ભાગી ગઈ હતી. જ્યારે હું સાજે પરત ફરી ત્યારે મે રાજાને દારૂ પીતા જોયો હતો. તે મારા રૂમમાં આવ્યો અને કહ્યું હું તને તાંત્રિક વિદ્યા શીખડાવીશ, જેનાથી તું રાતોરાત સ્ટાર બની જઈશ. તેના માટે તારે મારી સામે નગ્ન હાલતમાં મંત્ર વાંચવા પડશે. ત્યારબાદ રાજાએ બળજબરીથી મારા કપડા ઉતારવાની કોશિશ કરી, હું જેમતેમ કરી ભાગીને તે રૂમમાંથી બહાર જતી રહી હતી.
સોનલે કહ્યું, મે ઓડિશન આપ્યું પરંતુ યોગ્ય રીતે ડાયલોક ડિલિવરી ન કર શકી. રાજાએ મને કહ્યું મારો ચહેરો સારો છે મારે આ પ્રોફેશન વિશે સમજવું પડશે. ત્યારબાદ તેણે મને એક શૂટ માટે અસિસ્ટ કરવા માટે કહ્યું હતું. થોડા સમય બાદ તેણે મને કપડા ટ્રાય કરવા માટે કહ્યું. મને પણ વિચાર આવ્યો કે જ્યારે શૂટ બીજી મોડલ સાથે કરવાનું હતું તો પછી મને કેમ કપડા ટ્રાય કરવા માટે કહેવામાં આવ્યું હતું.
મુંબઈ: વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટીવી એક્ટ્રેસ સોનલ વેંગુરલેકરે હાલમાં ખુલાસો કર્યો છે કે તેની સાથે પણ જાતીય શોષણ થયું હતું. ટીવી એક્ટ્રેસે કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફોટોગ્રાફર રાજા બઝાઝ પર આરોપ લગાવ્યો છે. સોનલે જણાવ્યું કે, આ ત્યારે બન્યું જ્યારે મે એક કાસ્ટિંગ વેબસાઈટ પર મળેલી જાણકારી બાદ ઓડિશન આપવાનું શરૂ કર્યું. મે સાઈટ પર આપવામાં આવેલા નંબર પર ફોન કર્યો અને મને બોરિવલીમાં બોલાવવામાં આવી હતી. આ વ્યક્તિ બીજુ કોઈ નહી ટીવી એક્ટ્રેસ શીના બજાજના પિતા રાજા બઝાઝ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -