✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરત સ્વામીનારાયણ સાધુ બળાત્કાર કેસઃ કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Oct 2018 04:00 PM (IST)
1

મારા માતા-પિતાએ મને ગભરાયેલી હાલતમાં જોઈને, શુ થયું છે એમ કહીને પૂછવા લાગ્યા હતા. મેં મારા માતા-પિતાને સાધુની હરકતો બાબતેની હકીકતો જણાવી હતી. ત્યારબાદ મારા ભાઈ ત્યાં આવી ગયા હતા. તેણે મહિલા હેલ્પલાઈન 181ને ફોન કર્યો હતો. 181ની મહિલા પોલીસ અને કાઉન્સેલરને મારી આપવીતી જણાવતા તેઓ મને અને માતા-પિતાને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

2

હું 23મી તારીખે મમ્મી-પપ્પા સાથે ડભોલી આવી હતી. મેં મારી માતાને કહેલ કે મારે થોડું કામ પતાવી આવું છું. એમ કહી હું ડભોલી સ્વામીનારાયણ મંદિરે ગઈ. તે વખતે સાધુ મને એક રૂમમાં લઈ ગયા. રૂમનો દરવાજો બંધ કરી સાધુએ મારી સાથે બળજબરી કરી. ફરી તારી બદનામી કરી નાંખીશ, એમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. હું મંદિરમાંથી નીકળીને ડભોલી ચાર રસ્તા પાસે આવી હતી.

3

સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ દ્વારા0 યુવતી પર બળાત્કારના કેસમાં સાધુ કરણસ્વરૂપ સ્વામીને આજે કતારગામ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે સ્વામીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

4

નોંધનીય છે કે, યુવતીને પૈસાની લાલચ આપીને બે-બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતીની ફરિયાદને આધારે પોલીસે સાધુની ધરપકડ કરી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સાધુએ બળાત્કાર ગુજાર્યા પછી કોઈને કહેશે તો બદનામ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, બળાત્કાર ગુજાર્યા પછી પૈસા પણ આપ્યા નહોતા.

5

જહાંગીરપુરામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)એ કતારગામના ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતા કરુણસ્વરૂપ સ્વામી સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ડભોલી ચાર રસ્તા પાસે સ્વામીનારાયણ મંદિરે બપોરના સમયે ગઈ હતી. ત્યારે મને એક સાધુ મળ્યો. તેણે કહ્યું કે મેં જ તમારી સાથે ટેલિફોન પર પૈસાની વાત કરી હતી.

6

સાધુએ પૈસા આપવાની વાત કરીને મને એક રૂમમાં લઈ ગયો હતો. રૂમનો દરવાજો બંધ કરી મારી સાથે બળજબરી કરી. મારી સાથે બદકામ કરી આ વાત કોઈને કરશે તો સમાજમાં તારી બદનામી કરી નાંખીશ, એવી ચિમકી આપી હતી. સાધુએ મને પૈસા પણ ન આપ્યા. બીજીવાર આવીશ ત્યારે તને ઓપરેશનના પૈસા આપીશ, એમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. અઠવાડિયા પછી સાધુનો મારી ઉપર ફોન આવેલો. પૈસા લેવા માટે મંદિરે આવવાનું જણાવ્યું હતું.

  • હોમ
  • સુરત
  • સુરત સ્વામીનારાયણ સાધુ બળાત્કાર કેસઃ કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.