માઇકલ જેક્સનની દીકરીએ સમલૈંગિક સંબંધની કરી કબૂલાત, ભાઈએ કહ્યું- પિતાને ગર્વ થાત
પેરિસ જેક્સન અને કારા ડેલેવેન
પેરિસના ભાઈ પ્રિન્સે તેના મિત્રોને કહ્યું કે, જો આજે તેના પિતા માઇકલ જેક્સન જીવતા હોત તો તેમની દીકરીના પ્રેમની પસંદગીને લઈ ગર્વ અનુભવતા હોત. માઇકલે શિખવ્યું હતું કે, પ્રેમની કોઇ સીમા નથી હોતી, તેમાં જાતિ અને લિંગ જેવી ચીજો પણ સામેલ હોય છે.
ગત સપ્તાહે પેરિસ અને કારા એક બીજાને કિસ કરતાં નજરે પડ્યા હતા. તે બંને આ દરમિયાન ડબલ ડેટ પર ગયા હતા. તેમની સાથે ત્યારે મેકોલ કલ્કિન અને તેની ગર્લ ફ્રેન્ડ બ્રેંડા સ્ટ્રોંગ પણ હાજર હતા.
પેરિસ અને કારાના સંબંધ ઘણા મહિનાથી છે, જેનો ખુલાસો હવે થયો છે. બંને એક બીજા સાથે ખુશ છે. જેકસન પરિવાર પણ પેરિસની આ પસંદગીથી ખુશ છે.
વોશિંગ્ટનઃ કિંગ ઓફ પોપના નામથી વિશ્વભરમાં જાણીતા અમેરિકન ગાયક અને ડાન્સર માઇકલ જેક્સનની દીકરી પેરિસ જેક્સન લેસ્બિયન છે. બ્રિટિશ ગ્લેમરસ મોડલ અને એક્ટ્રેસ કારા ડેલેવેન સાથે તેના સમલૈંગિક સંબંધ છે. જેક્સનની 19 વર્ષીય દીકરીએ તાજેતરમાં જ આ વાતનો સ્વીકાર કર્યો છે.
જેક્સને થોડા સપ્તાહ પહેલા ઇન્સ્ટાગ્રામ પર તેનો અને ડેલેવેનનો એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તે બંને સ્ટ્રોબરી ખાતી નજરે પડે છે અને 2015માં આવેલી ફિલ્મ કેરલ જોતી હતી. આ ફિલ્મ લેસ્બિયન સંબંધો પર આધારિત હતી.
બંનેની મુલાકાત સૌથી પહેલા 2017માં થઈ હતી. મે મહિનામા એમટીવી મૂવી એન્ડ ટીવી એવોર્ડ્સ ફંક્શનમાં બંનેની મુલાકાત થઈ હતી. જ્યાંથી બંને વચ્ચે ગાઢ સંબંધ બંધાયો હતો.
માઇકલ જેક્સનની દીકરી પેરિસ જેક્સન